Vadodara: વાસના રોડ પર મોડી રાત્રે દારૂ પીને નીકળેલો કાર ચાલક ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વાસણા રોડ પર તક્ષ કોમ્પ્લેક્સ નજીક દારૂના નશામાં ધૂત થઈને પૂરઝડપે અને વાંકી-ચૂકી કાર ચલાવતા એક ઈસમની જે.પી. રોડ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 10 ઓક્ટોબરની રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે જનરક્ષક 112 પર મળેલ વર્દીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાસણા રોડ પરથી બ્લુ કલરની કાર ચલાવી રહેલા ચાલકને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. બ્રેથ એનાલાઈઝરથી ચેક કરતા ચાલકે કેફી પીણું પીધું હોવાનું માલૂમ પડ્યું હતું.
પોલીસ પૂછપરછમાં કાર ચાલકે પોતાનું નામ કેતુન દિલીપભાઈ પટેલ (ઉં.વ. 45, રહે. વાસણા રોડ / અલકાપુરી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પાસ-પરમિટ વગર નશાની હાલતમાં કાર ચલાવવા બદલ જે.પી. રોડ પોલીસ સ્ટેશનના અ.લોર મેહુલકુમાર બાબુભાઈની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




