Baroda

રાજસ્થાનના ત્રણ પ્રોજેક્ટ લેનાર કોન્ટ્રાક્ટર સાથે સબ કોન્ટ્રાક્ટર બે કંપનીની 5.91કરોડની ઠગાઇ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાની દિનેશચંદ્ર એક્વાટેક કંપની સાથે રાજસ્થાનના 3 પ્રોજેક્ટમાં છેતરપિંડી થઈ છે. અમદાવાદની સીનર્જેઝ સોલ્યુશન અને સુરતની ટર્બોટેક ઇન્ફ્રાનેટના 4 ડાયરેક્ટરોએ સબ-કોન્ટ્રાક્ટના નામે કુલ 5.91 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. ગોત્રી પોલીસે ચારેય ડાયરેક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનના ત્રણ પ્રોજેક્ટ લેનાર કોન્ટ્રાક્ટર સાથે સબ કોન્ટ્રાક્ટર બે કંપનીની 5.91કરોડની ઠગાઇ

રાજસ્થાનના ત્રણ પ્રોજેક્ટના સબ કોન્ટ્રાક્ટનું કામ લીધા બાદ કોન્ટ્રાક્ટર સાથે રૃ.૫.૯૧ કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદ અને સુરતની બે કંપનીના ડાયરેક્ટર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના સારાભાઇ કેમ્પસ ખાતે દિનેશચંદ્ર એક્વાટેક(જેવી)કંપનીનું લીગલ કામ કરનાર વિનેશભારતી ગોસ્વામીએ પોલીસને કહ્યું છે કે,રાજસ્થાનના ગંગાનગર પ્રોજેક્ટના ગટરના પાણીને વિભાજન કરવાનો સબ કોન્ટ્રાક્ટ અમદાવાદની સીનર્જેઝ સોલ્યુશન પ્રા.લિ.ના ડાયરેક્ટર મૌનેશ નિરંજન પંડયા અને તેની પત્ની હર્ષા પંડયા (બંને રહે.ઇન્દ્રપ્રસ્થ-૨,આંબાવાડી, અમદાવાદ)ને આપ્યો હતો.
જ્યારે,ગંગાપુર સિટિ પ્રોજેક્ટ અને સવાઇ-માધુપુર પ્રોજેક્ટનો સબ કોન્ટ્રાક્ટ સુરતની ટર્બોટેક ઇન્ફ્રાનેટ પ્રા.લિ.ના ડાયરેક્ટર કૈલાસચંદ્ર રામગોપાલ લોહિયા અને તેની પત્ની દિશા લોહિયા(કેપિટલ ગ્રીન, વેસુ,સુરત)ને આપ્યો હતો.જેમાં મૌનેશ પંડયા પણ જોડાયેલા હતા.આ બંને કંપની માટે વડોદરાના ્અક્ષર પેવેલિયન ખાતેની એચડીએફસી બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું.
ફરિયાદીએ કહ્યું છેકે આ પૈકીની સીનર્જેઝ કંપનીએ તો કામ જ શરૃ નહતુ કર્યું અને તેના ખાતામાં ટર્બોટેક કંપનીએ રૃ.૬૪ લાખ ઉધારીને મેળવી લીધા હતા.જેથી તેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો.જ્યારે ટર્બોટેકે કામ ચાલુ કર્યા બાદ બંધ કરી દીધું હતું.જેથી ટર્બોટેક કંપનીએ માલ મંગાવવાના નામે રૃ.૩.૨૮ કરોડ વગે કર્યા હતા અને સોલર પેનલ ખરીદવાના નામે રૃ.૨.૬૩ કરોડ પણ વગે કર્યા હતા.જેથી ગોત્રી પોલીસે ચારેય ડાયરેક્ટર સામે ગુનો નોંધ્યો છે.