Baroda

વડોદરા પાસે ઉમેટા બ્રિજ પરથી નદીમાં કૂદી પડવાના બે બનાવઃફાયર બ્રિગેડની મદદ લીધી

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના ઉમેટા બ્રિજ પરથી નદીમાં કૂદવાના 2 કિસ્સા ચર્ચામાં છે. આજે બપોરે એક રિક્ષાચાલક રિક્ષા મૂકી નદીમાં કૂદ્યો હોવાના મેસેજ મળતાં વાસણા ફાયર સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે બોટ દ્વારા 3 કલાક શોધખોળ કરી પણ કોઈ મળ્યું નહિ. પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. રાત્રે એક બાઈકચાલક કૂદ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાસે ઉમેટા બ્રિજ પરથી નદીમાં કૂદી પડવાના બે બનાવઃફાયર બ્રિગેડની મદદ લીધી

વડોદરાના ઉમેટા બ્રિજ પરથી નદીમાં કૂદી પડવાના બે બનાવ ચર્ચામાં રહ્યા છે.જો કે બંને બનાવમાં એક પણ વ્યક્તિ હાથ લાગી નથી.
આજે બપોરના સમયે એક રિક્ષાચાલક રિક્ષા મૂકી અને ચંપલ કાઢીને બ્રિજ પરથી નીચે કૂદી પડયો હોવાનો મેસેજ મળતાં વાસણા ફાયર સ્ટેશનના ઓફિસર સુરેશ વાઘેલા ટીમ સાથે દોડી ગયા હતા.
ફાયર બ્રિગેડની ટીમે બોટ લઇ નદીમાં ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી.પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો.પોલીસ પણ આવી ગઇ હતી અન તપાસ શરૃ કરી હતી.રિક્ષા ચાલક ગોત્રી તરફનો હોવાની વિગતો ફાયર બ્રિગેડને જાણવા મળી હતી.
રાત્રિના સમયે એક બાઇક ચાલક કૂદી પડયો હોવાના બનાવને પગલે બ્રિજ પર ફરી કેટલાક લોકો ભેગા થયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો,જેમાં પોલીસ પણ નજરે પડતી હતી.જો કે ફાયર બ્રિગેડને આવો કોઇ કોલ મળ્યો નથી.