વડોદરામાં આગના બે બનાવ : સયાજીગંજમાં ફરાસખાનાના ગોડાઉન અને ગોયાગેટમાં બે દુકાનમાં આગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરામાં આજે સવારે આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બન્યા હતા જેમાં ફાયર બ્રિગેડને બંને સ્થળે ચાર ચાર ફાયર ફાઈટર સાથે ટીમો મોકલવી પડી હતી.
સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક ગલીમાં આવેલી લોખંડવાલા બિલ્ડીંગમાં ત્રણ માળના મકાનની નીચેના ભાગે ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતા ચારે બાજુ ધુમાડા છવાયા હતા અને ગભરાટનો માહોલ ફેલાયો હતો. દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ચાર ટીમોએ આગને કાબુમાં લીધી હતી. ઉપરના માળે પણ આગના ધુમાડા ફેલાયા હતા પરંતુ કોઈ રહેતું નહીં હોવાથી મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી.
આગનો બીજો બનાવ પ્રતાપ નગરની ગોયાગેટ સોસાયટીની સામે આવેલા વલ્લભ શોપિંગ સેન્ટરની પ્રોવિઝન સ્ટોરમાં બન્યો હતો. જેમાં આગ એટલી પ્રચંડ બની હતી કે ઉપરની દુકાન પણ તેમાં લપેટાઈ હતી. આ બનાવમાં પણ ફાયર બ્રિગેડે ચાર ટીમો મોકલીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉપરોક્ત બંને બનાવમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને બંને બનાવમાં ફાયર બ્રિગેડને શટરો તોડવા પડ્યા હતા.




