Baroda

વડોદરામાં આગના બે બનાવ : ગોલ્ડન ચોકડી પાસે ટાયરની દુકાન અને હાથીખાના પાસે સ્ક્રેપમાં આગ

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વહેલી સવારે આગના 2 બનાવો બન્યા. ગોલ્ડન ચોકડી પાસે ટાયરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. છાણી અને સાવલી રોડની ફાયર ટીમોએ પોણા કલાકે આગ પર કાબૂ મેળવ્યો. હાથીખાના માર્કેટ પાસેની ઓરડીમાં સ્ક્રેપમાં લાગેલી આગ પણ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી ઝડપથી બુઝાઈ ગઈ હતી. મોટી દુર્ઘટના ટળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આગના બે બનાવ : ગોલ્ડન ચોકડી પાસે ટાયરની દુકાન અને હાથીખાના પાસે સ્ક્રેપમાં આગ

Vadodara Fire : વડોદરાના જુદા-જુદા વિસ્તારમાં આગ લાગવાના બે બનાવ બન્યા હતા જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કામગીરી કરાતા વધુ નુકસાન અટક્યું હતું.
ગોલ્ડન ચોકડી નજીક આવેલી ટાયરની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા, જેને પગલે આસપાસના દુકાનદારો તેમજ રાહદારીઓ માં ગભરાટ ફેલાયો હતો.
છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમ કામ કરતી હતી તે દરમિયાન સાવલી રોડ ઉપર ડમ્પરની આગ બુજાવી પરત ફરતી ફાયર બ્રિગેડની બીજી ટીમ પણ જોડાઈ જતા પોણો કલાકે આગ કાબુમાં આવી હતી.
આવી જ રીતે રાધિકાના માર્કેટ પાસે હાથી ખાના માર્કેટ પાસે આવેલી એક ઓરડીમાં મુકેલા સ્ક્રેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડે. આગ બુજાવી આસપાસની બીજી ઓરડીઓ બચાવી લીધી હતી. સ્થાનિક લોકો પણ આગ બુજાવવામાં મદદ લાગતા ઝડપભેર આગ કાબુમાં આવી ગઈ હતી.