Baroda

તરસાલીમાં યુવકની હત્યા કરનાર બે આરોપીને રિમાન્ડ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં તરસાલી રિંગરોડ પર 2 દિવસ પૂર્વે મહેફિલમાં મહેફિલ ભરતસિંહ દરબારની ચાકૂ મારી હત્યા કરાઈ હતી. પોલીસે 2 આરોપી માનવ ઉર્ફે કાંચો ગોરખા (ઉં.વ.23) અને પદમ ઉર્ફે ડાન્સર સોની (ઉં.વ.31)ની ધરપકડ કરી. કોર્ટમાં રજૂ કરતા, વધુ તપાસ, હથિયાર અને વાહન કબ્જે કરવા તેમજ અન્ય આરોપીઓની સંડોવણી અંગે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

તરસાલીમાં યુવકની હત્યા કરનાર બે આરોપીને રિમાન્ડ

તરસાલી રિંગરોડ પર બે દિવસ પહેલા યુવક પર ચાકૂના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બે દિવસ પહેલા તરસાલી સોમા તળાવ રોડ પર મેહુલ ભરતસિંહ દરબારની ચાકૂના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં મકરપુરા પી.આઇ.એ.એમ.ગોહિલે બે આરોપી માનવ ઉર્ફે કાંચો વીરબહાદુર ગોરખા, ઉં.વ.૨૩ (રહે. નવીનગરી, કલ્યાણનગર, કારેલીબાગ) તથા પદમ ઉર્ફે ડાન્સર ગોપાલભાઇ સોની, ઉં.વ.૩૧ (રહે. અમરશ્રદ્ધા સોસાયટીની પાછળ આવેલા વુડાના મકાનમાં) ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓેને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડ માગતા જણાવ્યું હતું કે, અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. હત્યામંા વપરાયેલુ હથિયાર અને વાહન કબજે કરવાના બાકી છે. અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ, તેની તપાસ કરવાની બાકી છે. આરોપી પદમ સામે અગાઉ મારામારી, દારૃ અને જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ થયા છે.