પ્રવાસીઓ માટે નેપાળ સ્લેક સીઝન હોવાથી ટ્રાવેલ એજન્ટો પાસે માહિતી નથી,ગૂમ થયેલાના નામો માટે તંત્રની કામગીરી વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રવાસીઓ માટે નેપાળ હાલ સ્લેક સીઝન વાળું લોકેશન હોવાથી નેપાળ ગયા હોય તેવા લોકોને શોધવા તંત્ર માટે મોટી કવાયતનો વિષય બન્યો છે.
વડોદરાના ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે,હાલમાં સ્લેક સીઝન હોવાથી ભાગ્યે જ કોઇ ટ્રાવેલ એજન્ટ પ્રવાસીઓ લઇને જતા હોય છે.નેપાળમાં હોનારત સર્જાતાં અમે દરેક ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરી રહ્યા છીએ, પરંતુ વડોદરાની કોઇ પણ લક્ઝરી બસ હાલ નેપાળ તરફ હોય તેવી માહિતી હજી સુધી અમારી પાસે આવી નથી.
તેમણે જણાવ્યું છે કે,હવે પ્રવાસીઓ પોતે બૂકીંગ કરાવીને જતા થયા છે.આ ઉપરાંત કઠમંડુ કે બહારના બીજા ટૂર ઓપરેટરો મારફતે પણ તેઓ જતા હોય છે.જેથી વડોદરાના કેટલા પ્રવાસીઓ અટવાયા છે તે જાણવું મુશ્કેલ છે.આમ,ગૂમ થયેલા હોય તેવા લોકોના સગાં-સંબંધીઓ તંત્રનો સંપર્ક કરે તો વધુ વિગતો ખૂલી શકે તેમ છે.




