Baroda

નવરાત્રિ પહેલાં જ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇઃડભોઇરોડ પર ત્રણ કિમીનો જામ

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
શહેરમાં નવરાત્રિ પૂર્વે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચાર દરવાજા, ફતેપુરા, ભૂતડીઝાંપા જેવા વિસ્તારોમાં સાંજે વાહનોની લાંબી કતારો જોવા મળી. આવતીકાલથી ગરબા શરૂ થતાં ગ્રાઉન્ડ આસપાસ આડેધડ પાર્કિંગ ટાળવા પોલીસે આયોજકોનો સહકાર માંગ્યો છે. ડભોઇ રોડ પર કપૂરાઇ અને વાઘોડિયા ચોકડી પાસે 3 કિમી સુધી ટ્રાફિક જામ થતા લોકો 1 કલાક ફસાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ  પહેલાં જ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇઃડભોઇરોડ પર ત્રણ કિમીનો જામ

શહેરમાં નવરાત્રિ પહેલાં જ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્શ્યો જોવા મળ્યા હતા.વિશેષ કરીને સાંજના સમયે ચાર દરવાજા અને તેની આસપાસના ફતેપુરા, ભૂતડીઝાંપા,સલાટવાડા,ચોખંડી જેવા સ્થળોએ વાહનોની લાંબી કતારો જામતાં પોલીસ એક્શનમાં આવી હતી.

આવતીકાલથી ગરબા શરૃ થનાર છે ત્યારે ગરબા ગ્રાઉન્ડની આસપાસ આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે તકેદારી રાખવી જરૃરી હોવાથી પોલીસે ગરબા આયોજકો પાસે પણ સહકાર માગ્યો છે.આવી જ રીતે મોડી સાંજે ડભોઇરોડ પર કપૂરાઇ ચોકડી તેમજ વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થતાં અનેક લોકો એક કલાક સુધી ફસાયા હતા.