Baroda

વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલો યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ગણેશોત્સવ સમાપ્ત થયાના 6 દિવસ પછી પણ, શહેરના મુખ્ય માર્ગો પર ગણેશ પંડાલ અને તંબુઓ યથાવત છે. ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે શણગારના સામાનના તંબુ પણ હટાવ્યા નથી. રસ્તા પર પડેલી ટ્રોલીઓ અને અન્ય સામગ્રીને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેનાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકમાગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગણેશ  પંડાલો યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા

Vadodara Traffic Problem : વડોદરા શહેરમાં ગણેશોત્સવ પૂર્ણ થયાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ગણેશ પંડાલો અને તંબુઓ હજુ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ રસ્તા પર પંડાલમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રોલીઓ સહિતનો સામાન પણ પડેલો હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગણેશોત્સવ દરમિયાન શણગારના સામાન અને શ્રીજીની પ્રતિમાઓના વેચાણ માટે રસ્તા પર બાંધવામાં આવેલા તંબુઓ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી. ગણેશ પ્રતિમાના વિસર્જન બાદ પણ જાહેર માર્ગ પરથી પંડાલ અને અન્ય સામગ્રી હટાવવામાં નહીં આવતા રસ્તાની જગ્યા રોકાઈ રહી છે.
મુખ્ય માર્ગ પર તંબુ અને ટ્રોલીઓ પડેલી હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક સ્થળોએ વાહનોને સાંકડી જગ્યામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે.
ગણેશોત્સવ દરમિયાન જાહેર માર્ગો પર પંડાલ અને તંબુ ઊભા કરવાની મંજૂરી આપવામાં આવી હોય તો ઉત્સવ પૂર્ણ થયા બાદ તેને સમયસર દૂર કરવાની જવાબદારી પણ સંબંધિત આયોજકોની હોવી જોઈએ. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળતી હોવાની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર તપાસ કરી રસ્તા પરથી પંડાલ, તંબુ અને ટ્રોલીઓ સહિતનો સામાન તાત્કાલિક દૂર કરાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.