Baroda

સ્કૂલો, કોલેજોમાં એસટી વિદ્યાર્થીઓની હજારો સ્કોલરશિપ અરજીઓ પેન્ડિંગ

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા સહિત ગુજરાતમાં ST વિદ્યાર્થીઓની હજારો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અરજીઓ પેન્ડિંગ છે. 2022 થી 2026 સુધી 4 વર્ષથી સ્કોલરશિપ ન મળતા, રાજ્ય સરકારે હવે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને તાકીદ કરી છે. આથી, વડોદરામાં 7 થી 17 તારીખ સુધી કેમ્પનું આયોજન કરાયું છે, જ્યાં આચાર્યોને બોલાવી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરાશે અને ઝીરો પેન્ડન્સી સર્ટિફિકેટ લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલો, કોલેજોમાં એસટી વિદ્યાર્થીઓની હજારો સ્કોલરશિપ અરજીઓ પેન્ડિંગ

વડોદરા સહિત આખા ગુજરાતની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જનજાતિ એટલે કે શિડયુલ ટ્રાઈબના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની હજારો અરજીઓ પેન્ડિંગ છે.જેમાં સેંકડો કિસ્સા એવા છે કે વિદ્યાર્થીઓને ૨૦૨૨થી ૨૦૨૬ એમ ચાર વર્ષથી સ્કોલરશિપ મળી નથી.
આટલા લાંબા સમયગાળા બાદ અચાનક રાજ્ય સરકારને સ્કોલરશિપ પેન્ડિંગ હોવાનું યાદ આવ્યું છે.જેના કારણે હવે સ્કૂલો,કોલેજો તથા યુનિવર્સિટીઓને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે.જોકે એ પછી પણ હજારો અરજીઓનો નિકાલ થયો નથી અને વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત છે ત્યારે વડોદરા જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તથા એમ.એસ.યુનિવર્સિટી માટે પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ કચેરીના કારેલીબાગ ખાતે હીરાવંતી ચેમ્બર્સની સામે મીરા છાત્રાલયના કેમ્પસમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૭ થી ૧૭ તારીખ સુધી ચાલનારા કેમ્પમાં સ્કૂલો, કોલેજોના આચાર્યોને તબક્કાવાર સવારે ૧૧ થી ૨ દરમિયાન બોલાવવામાં આવ્યા છે.કેમ્પમાં પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવશે તથા ઝીરો પેડન્સી સર્ટિફિકેટ એટલે કે કોઈ અરજીઓ પેન્ડિંગ નથી તેનું સર્ટિફિકેટ લેવામાં આવશે.જોકે જે સ્કૂલોમાં અરજીઓ પેન્ડિંગ નથી અને ઝીરો પેડન્સી સર્ટિફિકેટ આપેલું છે તે સ્કૂલોએ આ કેમ્પમાં ભાગ લેવાનો નથી.