Baroda
છાણીની નાનીછીપવાડના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો 10લાખની મતા ચોરી ફરાર
By GS Team
16 Nov 20261 min read
છાણીના ફળિયાઓમાં ચોરીની ઘટનાઓ વધતાં રહીશોમાં ભયનો માહોલ છે. વાણિયાવાડ બાદ હવે છાણીના નવી છીપવાડમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરોએ રૂ. 4.21 લાખના 5.58 તોલા સોનાના દાગીના, દોઢ કિલો ચાંદી સહિત કુલ રૂ. 10 લાખની મત્તાની ચોરી કરી છે. પરિવાર સુરત ગયો ત્યારે 14મી રાત્રે તાળું તોડી ચોરી થઈ. છાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

છાણીના ફળિયાઓમાં ચોરીના બનાવો બની રહ્યા હોવાથી રહેવાસીઓ અસુરક્ષા અનુભવી રહ્યા છે.
અગાઉ છાણીના વાણિયાવાડમાં પરિવાર બહાર જતાં ચોરીનો બનાવ બન્યો હતો.આવી જ રીતે ચોરોએ છાણીના નવી છીપવાડમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
પોલીસના કહ્યા પ્રમાણે,મકાનમાં રહેતા સની પંચાલ પરિવારજનો સાથે સુરત ગયા હતા ત્યારે તા.૧૪મીની રાત્રે ત્રાટકેલા ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું અને નકૂચો તોડી તમામ સામાન વેરવિખેર કરી દીધો હતો.ચોરો રૃ.૪.૨૧ લાખના ૫.૫૮ તોલાના સોનાના દાગીના(બજાર કિંમત આશરે રૃ.સાડા સાત લાખ) તેમજ દોઢ કિલો ચાંદીની ચીજો મળી કુલ રૃ.દસ લાખની મતા ચોરી ગયા હતા.છાણી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.