Baroda

દિવાળીમાં ચોર ટોળકી સક્રિય ત્રણ મકાન અને એક ઓફિસમાંથી આઠ લાખની ચોરી થઇ

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળી ટાણે ચોર ટોળકી સક્રિય બની છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ, આજવારોડ અને સમા વિસ્તારમાં ચોરીના 4 બનાવો સામે આવ્યા છે. તસ્કરો કુલ 8 લાખની મતા ચોરી ફરાર થયા હતા. IOC નગરમાંથી 1.89 લાખ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાંથી 1.97 લાખ અને રેવા પાર્કમાંથી 1.95 લાખની ચોરી થઈ. સિદ્ધેશ્વર હેવલોકમાંથી 1.93 લાખની ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ ચોરાઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીમાં ચોર ટોળકી સક્રિય  ત્રણ મકાન અને એક ઓફિસમાંથી આઠ લાખની ચોરી થઇ

દિવાળીમાં ચોર ટોળકીએ શહેરને ઘમરોળવાનું શરૃ કર્યું છે. ઓલ્ડ પાદરા રોડ, આજવારોડઅને સમા વિસ્તારમાંથી ચોર ટોળકી આઠ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલ્ડ પાદરા રોડ આઇઓસીનગરમાં રહેતા રસેશ ચંદ્રવદન ઉપાધ્યાય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત છઠ્ઠી તારીખે રાત્રે નવ વાગ્યે તેઓ ઘરને લોક કરીને નોકરી ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું. ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ૧ લાખ મળી કુલ ૧.૮૯ લાખની મતા લઇ ગઇ હતી.
આજવારોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શ્રીકાંતભાઇ સિદ્ધેશ્વર શુકલા નિવૃત્ત એરફોર્સ અધિકારી છે. ગત ૫ મી તારીખે ઘર બંધ કરીને તેઓ પત્ની સાથે ઉદયપુર ખાતે દીકરાના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમના ઘરમાંથી ચોર ટોળકી ૧.૯૭ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગઇ હતી.
સમા રેવા પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશ રણછોડભાઇ ચૌહાણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે. ગત ૬ ઠ્ઠી તારીખે તેઓ મકાનને તાળું મારીને વતન સુરેન્દ્રનગર ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાંથી ચોર ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૧.૯૫ લાખની મતા લઇ ગયા હતા.
વેમાલી અંબે રેસિડેન્સીમાં રહેતા નુપમ સતીષભાઇ ધુ્રવ ખાનગી કંપનીમાં મેનેજર છે. તેઓની ઓફિસ સમા સાવલીરોડ શ્રી સિદ્ધેશ્વર હેવલોકમાં છે. તેમની ઓફિસમાંથી ચોર ટોળકી ૧.૯૩ લાખની ઇલેક્ટ્રિક વસ્તુઓ ચોરી ગયા હતા.