Baroda

તમારી વિરુદ્ધ મનિ લોન્ડરિંગનો કેસ છે....: વડોદરામાં માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં માતા-પુત્રને ડીજીટલ એરેસ્ટ કરી 19 દિવસ સુધી ધમકાવી, સાયબર ક્રાઇમ મુંબઇના સબ ઇન્સ્પેક્ટર અને CBI અધિકારી તરીકે ઓળખ આપી 1.53 કરોડ રૂપિયા પડાવ્યા હતા. દેવેન્દ્રભાઇની ફરિયાદ મુજબ, અજાણ્યા વ્યક્તિએ તેમની માતાને ક્રેડિટ કાર્ડના બહાને કોલ કરી, પછી મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ધમકાવ્યા હતા. આરોપીઓએ બેંક એકાઉન્ટ, FD, મકાન સહિતની વિગતો મેળવી ટ્રાન્સફર કરાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

તમારી વિરુદ્ધ મનિ લોન્ડરિંગનો કેસ છે....: વડોદરામાં માતા અને  પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા

Vadodara: વડોદરામાં રહેતા માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી સતત 19 દિવસ સુધી ધમકાવીને આરોપીઓએ 1.53 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આરોપીઓએ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ મુંબઇના સબ ઇન્સપેક્ટર તથા આઇ.પી.એસ. સી.બી.આઇ. તરીકે આોળખ આપી હતી.

વડોદરામાં રહેતા દેવેન્દ્રભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું. મારી માતાના અલગ -અલગ પાંચ બેન્ક એકાઉન્ટ છે.

ગત 31મી જુલાઇએ સવારે એક અજાણ્યા વ્યક્તિએ મારી માતાને કોલ કરી ક્રેડિટ કાર્ડથી વાત શરૂ કરી હતી. ત્યારબાદ મારી મમ્મીએ મને ફોન આપી દીધો હતો. મેં એવો જવાબ આપ્યો કે,અમારા પિતાના નામે કોઇ ક્રેડિટ કાર્ડ નથી. મેં મારો મોબાઇલ નંબર તેને આપ્યો હતો. થોડા સમય પછી મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં સબ ઇન્સપેક્ટર મુંબઇ પોલીસ તરીકેનો ઉલ્લેખ હતો. ત્યારબાદ અમને પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે સુનિલકુમાર સાયબર ક્રાઇમ મુંબઇ પોલીસ હોવાનું જણાવી મારા પિતાના આધાર કાર્ડનો નંબર માગતા મેં નંબર આપ્યો હતો.ત્યારબાદ મારા આધાર કાર્ડનો નંબર માગતા મેં આપતા તેમણે ચેક કરવાનો ડોળ કરીને કહ્યું કે, તમારી વિરદ્ધ મનિ લોન્ડરિંગનો કેસ છે. તમે સામેથી ઇન્કવાયરી કરવા માગતા હોય તો તમારી ઇન્કવાયરી ચાલુ કરીએ.

તા.3થી 12મી ઓગસ્ટની વચ્ચે રોજ તેઓનો મેસેજ આવ્યો હતો કે, તમે વીડિયો કોલ ચાલુ કરો. તેમના કહેવા મુજબ મે મારા અને મારી માતના બેન્ક એકાઉન્ટમાંથી કુલ 1.53 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન મારા પિતાના મિત્ર મહેતા અંકલ મળ્યા હતા. તેઓને સઘળી હકીકત જણાવતા તેઓએ આ સાયબર ફ્રોડ હોવાનું જણાવ્યું હતું.

તમારી ઇજ્જત સચવાય જાય એટલે ઓનલાઇન ઇન્કવાયરી ચાલુ કરીએ છે

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, આરોપીએ વોટ્સએપ પર સી.બી.આઇ.ના લેટરપેડ તથા સાઇન થયેલા લેટર મોકલી જણાવ્યું હતું કે, તમે શંકાસ્પદ વ્યક્તિ છો. તમારા બેન્ક એકાઉન્ટ અને તમામ એસેટની તપાસ કરવામાં આવશે. તમને એરેસ્ટ કરવા પડશે. પરંતુ, તમે સામેથી ઇન્કવાયરી માંગેલી અને તમારી ઇજ્જત સચવાઇ જાય એટલે તમારી ઓનલાઇન ઇન્કવાયરી ચાલુ કરીએ છે. તેમની વાતોમાં આવીને મેં તમામ બેન્ક એકાઉન્ટ, એફ.ડી., મ્યુચલ ફંડ, મકાન અને ફ્લેટની માહિતી આપી હતી.

સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઇટનો મેસેજ કરવાના

પોલીસ સમક્ષ ફરિયાદીએ રજૂઆત કરીહતી કે, આરોપીએ એવી સૂચના આપી હતી કે,હવે વીડિયો કોલ કટ કરવાનો નથી. તમારે કામ હોય અને ઘરની બહાર જવું હોય તો જતી અને આવતી વખતે જાણ કરવાની રહેશે. વીડિયો કોલ કટ થાય તો તમારે સામેથી ફોન કરવાનો રહેશે. તમને આવતા તમામ મોબાઇલ નંબરની ડિટેલ આપવાની રહેશે. 1લી અને 2જી તારીખે પણ કોલ ચાલુ રહ્યો હતો. સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઇટનો મેસેજ કર્યો છે. મને આવતા તમામ નંબરની વિગતો આપવાની રહેતી હતી.

મકાનની લોન લેવા માટે પણ માતા, પુત્રને બેન્કમાં મોકલ્યા હતા

દોઢ કરોડ ગુમાવનાર ફરિયાદીએ પોલીસને જણાવ્યા મુજબ, 14મી તારીખે આરોપીના કહેવાથી હું અને મારી માતા બેન્કમાં હોમ લોન કરાવવા ગયા હતા. પરંતુ, મારી મમ્મીની ઉંમરના કારણે લોન મળી નહતી, એટલે તેઓએ કહ્યું કે, તમે 30 લાખનું સેટલ કરી દો. બાકીની રકમ સી.બી.આઇ.ને સરકારે ફાળવેલી ગ્રાંટમાંથી આપીશું. ત્યારબાદ 15મી ઓગસ્ટ અને પછી રવિવાર આવતા બે દિવસની રજા હતી. 13થી 18 તારીખ સુધી પણ આખો દિવસ વીડિયો કોલ ચાલુ રહ્યો હતો.