Baroda

બીમાર યુવતીને ભૂવાએ કહ્યું કે તારી છાતી પર ચૂડેલ બેસે છે, તેની વિધિ કરવી પડશે

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 28 વર્ષીય યુવતીએ ભુવા ગિરીશ ઉર્ફે બાપુ પરમારના શારીરિક શોષણ અને પૈસા પડાવવાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો. કારેલીબાગની યુવતી સ્ટુડિયો મેનેજર હતી. માતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી ભુવાની ધરપકડ કરી છે. ભુવો વિધિના બહાને યુવતીને ડરાવી બ્લેકમેલ કરતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બીમાર યુવતીને ભૂવાએ કહ્યું કે તારી છાતી પર ચૂડેલ બેસે છે, તેની વિધિ કરવી પડશે

શારીરિક માગણી કરી પૈસા પડાવતા ભૂવાના ત્રાસથી કંટાળીને ૨૮ વર્ષની અપરિણીત યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી ભૂવાની ધરપકડ કરી છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની અપરિણીત યુવતી એક સ્ટુડિયોમાં મેનેજર તરીકે કામ કરતી હતી. તેની માતાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા અમારો સંપર્ક ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઇ પરમાર ( રહે. એકતાનગર, છાણી ) સાથે થયો હતો. મારી દીકરીની તબિતય ખરાબ હોઇે મારી દીકરીને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે કેસ કઢાવતા સમયે ગિરીશ પરમારે એવું કહ્યું કે, યુવતી ઉંંદર મારવાની દવા પી ગઇ છે. મારી દીકરીને હોસ્પિટલમાં ચોથા માળે દાખલ કરી હતી. અમારા ઓળખીતાએ મારી દીકરી સાથે વાત કરી હતી.તે મુજબ, મારી દીકીરીએ એવી વિગત જણાવી હતી કે, ગિરીશ બાપુ ભૂવો છે અને તાંત્રિક વિદ્યા જાણે છે. મને ઘણા સમયથી એવું કહે છે કે, તારી છાતી પર કોઇ વસ્તુ બેસી જાય છે. જેથી, તને છાતીમાં દુખાવો થાય છે. તે ચૂડેલ છે. જેની વિધિ કરવી પડશે. રાત્રે ૮ થી ૧૦ માં તારી છાતી પર આ વસ્તુ બેસી જાય છે. તેના કારણે તને છાતીમાં દુખાવો થાય છે. તારે વિધિ માટે મારી પાસે આવવું પડશે. હું મંત્રો બોલું તે તારે સાંભળવાના. ત્યારબાદ તેઓએ માળા, અત્તર અને મધની બોટલ, ચાંદી જેવો પથ્થર તેમજ એક સિક્કો તેની સાથે પર્સમાં રાખવાનું કહ્યું હતું. ધીરે ધીરે શારીરિક માગણી કરી વિધિના બહાને ડરાવીને પૈસાની માગણી કરે છે, તેણે મારી પાસેથી પૈસા પણ લીધા છે. આ રીતે ત્રાસ ગુજારતો હોઇ ઉંદર મારવાની દવા પીધી છે.