બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટરેના પુત્રને મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટાની સીટ પરએડમિશનની લાલચ આપી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૭ વર્ષ પહેલા પુત્રને મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન અપાવવા માટે ઠગ ટોળકીની લોભામણી વાતોમાં ફસાયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને બિલ્ડરે ઠગ ટોળકી સામે કોર્ટમાં પણ ફરિયાદ કરી હતી. મુખ્ય સૂત્રધાર ઝારખંડનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
સુભાનપુરા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને બિલ્ડર મુકેશકુમાર દીક્ષિતે ગોરવામાં ફરિયાદ નોંધાવી છે.તેઓએ જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૯ માં પુત્ર શિવાંગને ધો.૧૨ સાયસન્સ પછી મેડિકલમાં એડમિશન લેવા માટે નિઝામપુરા આદિત્ય કોમ્પલેક્સમાં આવેલી ઓર્બિટલ કેરિયર નામની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ઓફિસના સંચાલકો અજીતેષકુમાર, યાજનીક ચંદ્રેશ દિવ્યકાંત તથા રણજીત મુખીયા અને સંજીવ ઝા મારી સુભાનપુરા અંજના પાર્કની ઓફિસે મળવા આવ્યા હતા. તેઓએ દેશની અલગ - અલગ પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન અપાવવાનો કુલ ખર્ચ ૬૦ લાખ કીધો હતો. તેઓએ મારી પાસેથી ૫૫ લાખ લીધા હતા. આ જ ઓફિસમાંથી અગાઉ મેડિકલમાં કેટલાક લોકોને એડમિશન અપાવ્યા હોવાની વાત કરીહતી. મારા પણ કેટલાક પરિચિત લોકોને એડમિશન મળ્યા હતા.જેથી, હું તેઓની વાતમાં આવી ગયો હતો. પરંતુ, તેઓએ મારા પુત્રનું એડમિશન કરી આપ્યું નહતું. તેમજ તેઓએ રૃપિયા પરત ચૂકવવા માટે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. વર્ષ -૨૦૨૦ માં મેં આ અંગે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. બે વર્ષ પછી મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. આ ગુનો દાખલ થયા પછી ગોરવા પોલીસ દ્વારા અજીતેષકુમાર, તેની પત્ની તેજલ, યાજનીક ( બંને રહે. શ્રી વિનાયક કૃપા સોસાયટી,માંજલપુર), રણજીત મુખીયા, સંજીવ ઝા (ઓફિસ. ગોપાલ ટાવર, ન્યુ દિલ્હી) સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તેઓને ઝડપી પાડવા માટે તેઓના આશ્રય સ્થાનો પર તપાસ કરી રહી છે.




