Baroda

PM આવાસ યોજના કૌભાંડ આચરતી ટોળકીએ ભાયલીમાં પણ ઠગાઇ કરી,બે બહેનો પાસે 28.55લાખ ખંખેરી લીધા

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
પીએમ આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી કરનાર કશ્યપ જોષી અને જીલ બારોટની ટોળકીએ ભાયલીમાં વધુ એક કૌભાંડ આચર્યું છે. આ ટોળકીએ શાલીનીબેન ભાનુ અને તેમની બહેનને સસ્તામાં દુકાન અને મકાન આપવાનું કહી, સમતા વિસ્તારની સંદીપ એસ્ટેટ એજન્સીની ઓફિસમાં ડીલ કરી કુલ 28.55 લાખ રૂપિયા પડાવી લીધા. ગોરવા પોલીસે જીલ બારોટ, રોહન સોલંકી અને કશ્યપ જોષી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM આવાસ યોજના કૌભાંડ આચરતી ટોળકીએ  ભાયલીમાં પણ ઠગાઇ કરી,બે બહેનો પાસે 28.55લાખ ખંખેરી લીધા

પીએમ આવાસ યોજનાના મકાનો અને દુકાનો ફાળવવાના નામે લાખોનું કૌભાંડ આચરનાર કશ્યપ જોષી અને જીલ બારોટની ટોળકીએ હરણી,બાપોદ અને ગોરવા બાદ ભાયલી વિસ્તારમાં પણ રૃ.૨૮.૫૫ લાખની ઠગાઇ કરી હોવાનો બનાવ બનતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
લક્ષ્મીપુરાની શિવાલય રેસિડેન્સીમાં રહેતા શાલીનીબેન ભાનુએ પોલીસને કહ્યું છે કે,પીએમ આવાસ યોજના હેઠળ ભાયલીમાં બે દુકાનો સસ્તામાં આપવાની હોવાનું કહી જીલ બારોટ,રોહન સોલંકી અને કશ્યપ જોષીએ સમતા વિસ્તારની સંદીપ એસ્ટેટ એજન્સીની ઓફિસમાં મીટિંગ કરી હતી.
ટોળકીએ મારી સાથે બે દુકાનની વાત કરી હતી અને મારી બહેન સવિતાને મકાન અપાવવાની વાત કહી ટુકડે ટુકડે રૃ.૨૮.૫૫ લાખ પડાવી લીધા હતા.ઠગોએ બાનાખત પણ કરી આપ્યું હતું.પરંતુ ત્યારબાદ દસ્તાવેજ કર્યો નથી.
ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે જીલ અશોક બારોટ(ચંદ્ર નગર સોસાયટી,હાઇટેન્શન રોડ,સુભાન પુરા), રોહન લક્ષ્મણસિંહ સોલંકી(સુકુન સ્કવેર, સમતા) અને કશ્યપ રાકેશકુમાર જોષી (પ્રથમ રેસિડેન્સી,પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ) સામે વધુ એક ગુનો નોંધ્યો છે.