Baroda

વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને આરોપીઓ ફરાર આરોપીઓ ઝડપાયા

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
વડસર બ્રિજ નજીકથી ચાલતી જતી 60 વર્ષીય નયનાબેન પટેલના કાનમાંથી સોનાની બુટ્ટીઓ આંચકી ફરાર થયેલા બે બાઈક સવાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ કરણદીપસિંગ ભટ્ટી અને સુદર્શનસિંગ બેન્સ છે, જેઓ તરસાલીના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી લૂંટેલી બુટ્ટીઓ પણ કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૃદ્ધાના કાનમાંથી  સોનાની કડીઓ આંચકીને આરોપીઓ ફરાર આરોપીઓ ઝડપાયા

વડસર બ્રિજ નજીક ચાલતી જતી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ આંચકીને ફરાર થઇજનાર બાઇક સવાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે.
વડસર બ્રિજ રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતા નયનાબેન અમૃતલાલ પટેલ (ઉં.વ.૬૦) ગત ૧૩ મી તારીખે મારા પૌત્રની સ્કૂલમાં વાલી મિટિંગમાં ગયા હતા. મિટિંગ પૂરી કરીને તેઓ ચાલતા ઘરે પરત આવતા હતા. બપોરે સવા એક વાગ્યે અંબે સ્કૂલથી વડસર બ્રિજ તરફ જતા રોડ પર પાછળથી કાળા કલરની બાઇક પર બે શખ્સ આવ્યા હતા. બાઇકની પાછળની સીટ પર બેઠેલા આરોપીએ નયનાબેને કાનમાં પહેરેલી સોનાની કડીઓ ઝૂંટવી લીધી હતી. અંદાજે અઢી ગ્રામ વજનની બુટ્ટીઓ લૂંટીને બાઇકસવાર આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન ડીસીબી પોલીસે આ ગુનામાં સામેલ કરણદીપસિંગ બલવિંદરસિંગ ભટ્ટી (રહે. પદમ પાર્ક, તરસાલી) તથા સુદર્શનસિંગગુરમીન્દરસિંગ બેન્સ (રહે. શ્રીરામ રેસિડેન્સી, તરસાલી) ને ઝડપી પાડી સોનાની બુટ્ટી કબજે કરી છે.