વાડી વચલી પોળમાં જઇને આરોપીઓએ તોડફોડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મને પૈસા કેમ આપતો નથી, તેવું કહીને મિત્રના કાકી સાસુના ઘરે જઇને તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાડી વચલી પોળના મૂળ રહેવાસી ગાયત્રીબેન દેવેશભાઇ પટેલ હાલ ખટંબા અરંટા શુભારંભમાં રહે છે.તેઓ પતિ સાથે લેડીઝ ડ્રેસનો વેપાર કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી તારીખે રાત્રે સાડા અગિયાર વાગ્યે હું મારા વાડીવાળા ઘરની સામે રહેતા મારા કાકીના ઘરે હતી. તે સમયે મારા પતિના મિત્રો જય અને રાજ અમારા ઘરે આવી મારા પતિને ગાળો બોલવા લાગ્યા હતા.જય પટેલ કહેવા લાગ્યો કે, મને પૈસા કેમ આપતો નથી. ત્યારબાદ તે અમારા ઘરના દરવાજા પર જોરથી લાતો મારવા લાગ્યો હતો. આટલેથી નહીં અટકતા તેણે અમારા ઘરની બારીના કાચ મુક્કા મારીને તોડી નાખ્યા હતા. તેમજ અમારા ઘરની નીચે પાર્ક કરેલી મારા મોટાભાઇની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. જતા જતા તેણે એવી ધમકી આપી હતી કે,હવે પછી દેવેશ મને મળ્યો તો જીવતો નહીં છોડું.




