Baroda

યુવતીનું લગ્ન જીવન ભંગાણના આરે શરીર સંબંધનો વીડિયો આરોપીએ યુવતીના મામા સસરાને બતાવી દીધો

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કોલેજકાળના પ્રેમપ્રકરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી પોલીસે 23 વર્ષીય વાસુદેવ સુથારની ધરપકડ કરી છે. તેણે MSUમાં સાથે ભણતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો બનાવ્યો હતો. બાદમાં યુવતીના લગ્ન થતાં આરોપીએ તેના મામા સસરાને વીડિયો બતાવી લગ્નજીવન તોડાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ ધમકી આપી 20 તોલા દાગીના પણ પડાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવતીનું લગ્ન  જીવન ભંગાણના આરે શરીર સંબંધનો વીડિયો આરોપીએ યુવતીના મામા સસરાને બતાવી દીધો

કોલેજમાં સાથે ભણતા સમયે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. તેનો વીડિયો યુવકે ઉતારી લીધો હતો. આરોપીએ યુવતીના મામા સસરાને વીડિયો બતાવી દેતા યુવતીનું લગ્ન જીવન ભંગાણના આરે આવીને ઊભું છે. ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો અને હાલમાં ગોત્રી ગોકુળનગરમાં રહેતો ૨૩ વર્ષનો વાસુદેવ જશારામ સુથાર ત્રણ વર્ષ અગાઉ એમ.એસ.યુ.માં અભ્યાસ કરતો હતો. આ કોેલેજમાં જ અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતી સાથે તેેણે મિત્રતા કેળવી હતી. એક દિવસ પોતાના ઘરે કોઇ નહીં હોવાથી આરોપીએ યુવતીને ઘરે મળવા બોલાવી હતી. જ્યાં તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તેનો વીડિયો યુવકે ઉતારી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે બ્રેકઅપ થતા યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
ત્યારબાદ પણ વાસુદેવે યુવતીનો પીછો કર્યો હતો. રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગે યુવક આ યુવતીને મળી ગયો હતો. તે દરમિયાન તેણે યુવતીને અગાઉના વીડિયો બતાવી ફરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ત્રીજી વખત તેણે અમદાવાદમાં બળજબરી કરી હતી. યુવતીને લગ્ન પછી પણ હેરાન કરતા વાસુદેવે ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૨૦ તોલાના દાગીના પણ પડાવી લીધા હતા. રાજસ્થાનમાં દાખલ થયેલી ફરિયાદ ટ્રાન્સફર થઇને વડોદરા આવી હતી.