Baroda

ઓનલાઇન ઠગોનો આતંકઃવડોદરામાં એક દિવસમાં છ ફરિયાદ નોંધાઇ,કુલ 46 લાખની છેતરપિંડી

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઈન ઠગાઈનો આતંક વધ્યો છે, જ્યાં એક જ દિવસમાં 8 ફરિયાદો નોંધાઈ છે. બોઈના કસ્ટમર કેરના નામે APK ફાઈલથી સિનિયર સિટીઝન શીતલકુમાર મહેતાના 19.30 લાખ રૂપિયા ઉપડી ગયા. UAEની કંપનીમાંથી મટિરિયલ મંગાવતા વેપારી ઇન્દ્રજીત બાસુએ 19.75 લાખ ગુમાવ્યા. કુલ 48 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે, જેમાં રોકાણ, KYC અને મોબાઈલ હેકિંગના કેસ પણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ઠગોનો આતંકઃવડોદરામાં એક દિવસમાં છ ફરિયાદ નોંધાઇ,કુલ 46 લાખની છેતરપિંડી

ઓનલાઇન ઠગોનો આતંક સતત વધી રહ્યો છે અને કોઇને કોઇ કારણસર નિર્દોષ નાગરિકો તેમની જાળમાં ફસાઇ રહ્યા છે.મોટા ભાગે એપીકે ફાઇલો ડાઉનલોડ કરાવીને ઠગો રૃપિયા ટ્રાન્સફર કરાવી રહ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે.આ ઉપરાંત ઠગો ઇન્વેસ્ટમેન્ટના નામે ઊંચા વળતરની વાતોમાં ફસાવીને તેમજ કેવાયસી અને મોબાઇલ હેક કરીને રૃપિયા ટ્રાન્સફર કરાવી રહ્યા હોવાના બનાવો બહાર આવી રહ્યા છે.વડોદરા શહેરમાં એક જ દિવસમાં જુદાજુદા પ્રકારના સાયબર ફ્રોડની આઠ ફરિયાદો નોંધાઇ છે.જેમાં ફસાયેલા નાગરિકોએ કુલ રૃ.૪૮ લાખ ગૂમાવ્યા છે.

BOI ના કસ્ટમર કેરના નામે ઠગે apk ફાઇલ મોકલી 19.30 લાખ પડાવી લીધા

માંજલપુર તુલસીધામ પાસે ઋતુવિહાર રેસિડેન્સીમાં રહેતા સિનિયર સિટિઝન શીતલ કુમાર માણેકલાલ મહેતાએ પોલીસને કહ્યું છે કે,મારા બહેનનો રૃ.૧૯લાખનો ચેક ક્લીયર કરવાનો હોવાથી મેં બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાનો કોન્ટેન્કટ નંબર શોધ્યો હતો.આ દરમિયાન કસ્ટમર કેરમાંથી વાત કરનાર મુકેશ કુમાર નામના શખ્સે કસ્ટમર સપોર્ટ એપીકે નામની ફાઇલ મોકલી હતી.જેમાં વિગતો ભરતાં અમારા ખાતામાંથી કુલ રૃ.૧૯.૩૦ લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા.સાયબર સેલે આ અંગે ગુનો નોંધ્યો છે.

UAEની કંપનીમાંથી ઓનલાઇન મટિરિયલ મંગાવતાં 19.75 લાખ ગૂમાવ્યા
માંજલપુર તુલસીધામ ક્રોસ રોડ પાસે લીલેરિયા પેરમાઉન્ટ ખાતે રહેતા ઇન્દ્રજિત બાસુ નામના વેપારીએ પોલીસને કહ્યું છે કે, ગઇ તા.૨૫મી મે એ ડોર-વિન્ડો જેવું મટિરિયલ મંગાવવા માટે યુએઇની ટુસી સર્વિસિસ એફએલસી નો સંપર્ક કરતાં તેમણે યુએસ ડોલરમાં પેમેન્ટ કરાવ્યું હતું.કંપનીને કુલ રૃ.૧૯.૭૫ લાખ મોકલ્યા હોવા છતાં મટિરિયલ મોકલ્યું નથી કે રૃપિયા પણ પરત આપતા નથી.જેથી સાયબર સેલે આ ફરિયાદને આધારે રૃપિયા કઇ બેન્કમાં ટ્રાન્સફર થયા છે તેની માહિતી મેળવી વધુ ડીટેલ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ઇન્વેસ્ટમેન્ટના નામે 2.57 લાખની છેતરપિંડી
સુભાનપુરા સમતા નજીક પાર્ક પ્લાઝામાં રહેતા ચેતનકુમાર હસમુખલાલ સલોતે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૭મી જુલાઇએ મને ઇન્વેસ્ટમેન્ટના નામે સારા નફાની વાત કરનાર ગઠિયાએ ઓનલાઇન એકાઉન્ટ ખોલાવી રૃ.૨.૫૭લાખ પડાવી લીધા હતા. મને રૃપિયા પરત નહિ મળતાં ઠગાઇ થયાનું જણાઇ આવ્યું હતું.
વેડિંગ રિસેપ્શનની apk ફાઇલ મોકલી 1.03 લાખની ઠગાઇ
આરસી દત્તરોડ પરની નવરંગ સોસાયટીમાં રહેતા કમલેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૯મી ઓગષ્ટે મારા એકાઉન્ટમાં એક વેડિંગ રિસેપ્શન કાર્ડ મળ્યું હતું.જે ફાઇલ એપીકે હતી અને તે ડાઉનલોડ કરાતાં જ મારા ખાતામાંથી કુલ રૃ.૧.૦૩ લાખ ઉપડી ગયા હતા.
મોબાઇલ હેક કરી 1.32 લાખ ટ્રાન્સફર કરી લીધા
ગોત્રીના ખોડિયાર નગર ખાતે રહેતા રાજેશભાઇ માળીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨જી જૂને મારો મોબાઇલ હેક થયો હતો અને મારા ખાતામાંથી રૃ.૧.૩૯લાખના અન ઓથોરાઇઝડ ટ્રાન્જેક્શન થયા હતા.જેથી ગોત્રી પોલીસે ગુનો નોંધ્યો છે.

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા KYCના નામે 1.92 લાખની ઠગાઇ
જવાહરનગર ખાતે રહેતા વિઠ્ઠલભાઇ ભરવાડે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩જીએ સવારે મને એક ફોન આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની વાત કરી કેવાયસી કરવા માટે કહેવાયું હતું.કેવાયસીની ફાઇલ એપીકે હતી અને વિગતો ભરતાં જ મારા બેન્કખાતામાંથી રૃ.૧.૪૬ લાખ અને ક્રેડિટ કાર્ડમાંથી રૃ.૪૫ લાખ ઉપડી ગયા હતા.