ડ્રગ્સ વિરોધી વીડિયો મૂકનાર તમન્ના અને તેના પતિ સોહેલને સાત દિવસના રિમાન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રગ્સ વિરોધી વીડિયો મૂકનાર તમન્ના અને તેના પતિ સામે નોંધાયેલી વ્યાજખોરીની ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,આરિફ નામના શખ્સે તેના મિત્ર સોહેલ સૈયદ અને તેની પત્ની તમન્ના સૈયદ(વેદા-૨,જી-ટાવર, છાણી જકાત નાકા) સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે રૃ.૩ લાખ સામે ૨૨ ટકા વ્યાજનો આક્ષેપ કરી ૧૨ લાખ ચૂકવી દીધા હોવા છતાં રૃપિયાની માગણી કરી ડ્રગ્સના કેસના નામે તેમજ જાનથી મારી નાખવા જેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા બંને પતિ-પત્નીને સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.પોલીસના કહ્યા પ્રમાણે,સોહેલ સૈયદ સામે અગાઉ વડોદરામાં ઠગાઇ,આરોપીને ભગાડવામાં મદદ,ખૂનનો પ્રયાસ,રાયોટિંગ,ધાડ જેવા સાત ગુના નોંધાયા છે.









