ન્યૂડ વીડિયો કોલ રેકેટના સૂત્રધારના બેન્ક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ગ્રાહકો માટે નગ્ન અને અશ્લીલ હરકતો કરતી યુવતીઓને રાખવાના રેકેટમાં પકડાયેલા આરોપીના વધુ રિમાન્ડ મેેળવી માંજલપુર પોલીસે તપાસ શરૃ કરી છે.
માંજલપુર પોલીસે મળેલી માહિતીના આધારે માંજલપુર દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં ચાલતા અશ્લીલતાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર મનીષ કનુભાઇ પઢિયાર (રહે. દુર્ગા હાઇટ્સ, સન સિટિ સામે, માંજલપુર) બહારથી યુવતીઓને લાવી પોતાના ફ્લેટમાં રાખતો હતો. ઓનલાઇન એપ્લિકેશન મારફતે ગ્રાહકો બનાવી તેઓને અશ્લીલતા પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે વધુ રિમાન્ડ માગતા જણાવ્યું હતું કે, ઓનલાઇન ગ્રાહકોના ટ્રાન્જેક્શન ઉપરાંત અન્ય લોકોના એકાઉન્ટમાંથી પણ આરોપીના એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા છે. જે શંકાસ્પદ હોઇ તેની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના આગામી ૧૭ મી તારીખ સુધીના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે.




