જલારામનગરમાં રખડતા શ્વાને સ્થાનિકોને બચકાં ભરતા દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વુડા સર્કલ પાસેના જલારામ નગરની સહયોગ નગર વસાહતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.
સ્થાનિકોના જણાવાયા મુજબ એક રખડતા શ્વાને અચાનક લોકોને બચકાં ભરવાનું શરૃ કરતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં સાત લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાનું રહીશો જણાવી રહ્યા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આ જ શ્વાને બે ગાયોને પણ બચકાં ભર્યા છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં રખડતા શ્વાનને પકડવાની કામગીરી થતી નથી, જેના કારણે નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે.
વધુમાં ઉમેર્યું કે શ્વાનના બચકાંનો ભોગ બન્યા બાદ લોકોને રસી માટે હોસ્પિટલોમાં જવું પડે છે, જેના કારણે સારવાર પાછળનો ખર્ચ પણ થઈ રહ્યો છે. રખડતા અને આક્રમક શ્વાનોને પકડવાની કામગીરી કરવા રહીશોની માગ છે.




