Baroda

સોની પરિવારનો સામૂહિક આપઘાત કેસ ઃ ત્રણ પેજની સ્યૂસાઇડ નોટ મળી

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
એમ.જી. રોડ પર દલા પટેલની પોળમાં રહેતા સોની પરિવારના માતા, પુત્ર અને પુત્રીએ આર્થિક ભીંસને કારણે સામૂહિક આપઘાત કર્યો. 50 વર્ષીય આરતીબેન, 27 વર્ષીય નીલકંઠ અને 23 વર્ષીય જેનીએ દુપટ્ટાથી ગાળિયો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે ઘટનાસ્થળેથી આરતીબેનની 3 પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી, જેમાં ડિપ્રેશન અને મકાન વેચાણનો ઉલ્લેખ છે. સિટી પી.આઈ. એસ.એન. દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોની પરિવારનો સામૂહિક આપઘાત કેસ ઃ  ત્રણ પેજની સ્યૂસાઇડ નોટ મળી

એમ.જી. રોડ પર નરસિંહજીની પોળમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા અને આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતા પરિવારના માતા, પુત્ર અને પુત્રીએ આર્થિક ભીંસના કારણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. માતાએ લખેલી ત્રણ પેજની અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સામૂહિક આપઘાતના કિસ્સાની વિગત એવી છે કે, દલા પટેલની પોળમાં ત્રણ માળના મકાનમાં રહેતા આરતીબેન ચેતનભાઇ સોની (ઉ.વ.૫૦), તેમનો પુત્ર નિલકંઠ (ઉ.વ.૨૭) અને પુત્રી જેની ઉર્ફે ઝલક (ઉ.વ.૨૩) ત્રણેયે દુપટ્ટાનો ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરાતા સિટિ પી.આઇ. એસ.એન. દેસાઇએ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, ચેતનભાઇ સોની અગાઉ સોના ચાંદીનો ધંધો કરતા હતા. ત્યારબાદ તેમણે આયુર્વેદિક હોસ્પિટલ(વેલનેસ સેન્ટર ) શરૃ કરી હતી. બે વર્ષ પહેલા વર્ષ ૨૦૨૪ માં ચેતનભાઇનું મોત થતા તેમના પત્ની આરતીબેને હોસ્પિટલની જવાબદારી સંભાળી હતી. આરતીબેન, તેમનો પુત્ર અને પુત્રી ત્રણેય જણા હોસ્પિટલનું સંચાલન કરતા હતા. પરંતુ,હોસ્પિટલ સારી રીતે ચાલતી નહતી. તેના કારણે પરિવાર ડિપ્રેશનમાં હતો.
પોલીસને મકાનના લિવિંગ રૃમના શો કેસમાંથી આરતીબેને લખેલી ત્રણ પેજની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી પોલીસે તપાસ અર્થે કબજે લીધી છે. આરતીબેને અંતિમ ચિઠ્ઠીના પહેલા પેજમાં શરૃઆતમાં જ લખ્યું હતું કે, હું આરતીબેન, મારો દીકરો અને દીકરી ત્રણેય જણા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભરીએ છીએ. આ મકાન શૈલેષભાઇને વેચ્યું છે. ૩૩ લાખ લેવાના બાકી છે. આ રૃપિયા બેંકમાં ભરવાથી દસ્તાવેજ છૂટો થઇ જશે. શૈલેષભાઇ સારી વ્યક્તિ છે. તેઓને દસ્તાવેજ કરી આપવો તેવી મારી વિનંતી છે. આ લખાણમાં કોઇપણ પ્રકારનું કોઇ દબાણ નથી.