Baroda
છાણી-GSFC હાઇવે પર SMCનો દરોડો, દારૂ ભરેલી કાર પકડાઈ : એક ઝડપાયો, છ વોન્ટેડ
By GS Team
24 Oct 20261 min read
વડોદરાના છાણી હાઇવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી કાર સાથે ચાલક સુનિલ પાટણવાડીયાને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન કારને આંતરી, અંદરથી 5 લાખની કિંમતની 1890 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. કાર અને દારૂ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે પૂછપરછ બાદ અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Liquor Raid : વડોદરામાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂ ભરેલી એક કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનિટરિગ સેલની ટીમ દ્વારા છાણી હાઇવે પર પેટ્રોલિંગ રાખી સામેથી એક કારને આંતરી અંદરથી રૂ.5 લાખની કિંમતની 1890 બોટલ કબજે કરી હતી.
સુનિલ કાભાઈ પાટણવાડીયા (પોર, અણખી ગામ, વડોદરા) ને ઝડપી પાડી કાર અને દારૂ સહિત દસ લાખ ઉપરાંતની મતા કબજે કરી હતી. પોલીસે પૂછપરછ કર્યા બાદ બીજા છ સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે.