Baroda

વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવનારાઓ પર તવાઈ

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારાઓ પર હવે મ્યુનિ. કોર્પોરેશન સકંજો કસશે. કચરો ઠાલવવાના 13 સ્થળો ઓળખી, આગામી 15 દિવસમાં CCTV કેમેરા લગાવાશે. કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરીને કચરો ફેંકનાર વ્યક્તિ, વાહનચાલક કે સંસ્થા સામે દંડનીય કાર્યવાહી કરાશે. નદી સ્વચ્છ રાખવા આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવનારાઓ પર તવાઈ

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લોકોને કચરો ઠાલવતા અટકાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને વિવિધ પુલોની આસપાસ ફેન્સિંગ ઊભી કરી છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા નદીમાં કચરો નાખવાનું ચાલુ રાખવામાં આવતાં હવે મ્યુનિ.કોર્પોરેશન સીસીટીવીથી મોનિટરિંગ અને દંડાત્મક કાર્યવાહી કરશે

મ્યુનિ.કોર્પોરેશને વિશ્વામિત્રી નદીના એવા ૧૩ સ્થળોની ઓળખ કરી છે, જ્યાં સૌથી વધુ કચરો ઠાલવવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીના જણાવાયા મુજબ, આગામી ૧૫ દિવસમાં આ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાશે.

કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નદીમાં કચરો ઠાલવતા ઝડપાયેલી વ્યક્તિ, વાહનચાલક કે સંસ્થા સામે દંડનીય કાર્યવાહી કરાશે. હાલ અન્ય વિસ્તારોનો પણ સર્વે ચાલી રહ્યો છે અને જ્યાં જરૃર જણાશે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે. એમણે ઉમેર્યું કે વિશ્વામિત્રી નદીમાં ગત્ વર્ષે રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી દરમિયાન ૨૨ હજાર મેટ્રિક ટન સીએન્ડડી (કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન) સહિતનો કચરો તથા ૯૬૦ ટન પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરાયો છે.