Baroda

રેલવે સ્ટેશન પર ૩૦ જૂને સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ કરાશે

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા યાર્ડ રિમોડેલિંગ કરાશે. 30 જૂને નોન-ઇન્ટરલોકિંગ કામગીરી બાદ સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ થશે. પ્લેટફોર્મ 4 અને 5ની લંબાઈ વધતા 22 કોચવાળી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. જૂની પેનલ સિસ્ટમના સ્થાને આધુનિક વિડીયુ આધારિત સિસ્ટમથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે, જેનાથી સમયની બચત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે સ્ટેશન પર ૩૦ જૂને સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ કરાશે

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા અને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી હાથ ધરાઈ છે.

ડીઆરએમ રાજુ ભડકેએ કહ્યું કે આગામી ૩૦ જૂને નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે. ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશનની સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરાશે, પ્લેટફોર્મ નંબર-૪ અને ૫ની લંબાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે, જેથી આ બંને પ્લેટફોર્મથી ૨૨ કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન સંચાલનને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે જૂની પેનલ સિસ્ટમના સ્થાને આધુનિક વિડીયુ (વિઝ્યુલ ડિસ્પ્લે યુનિટ) આધારિત સિસ્ટમ અમલમાં મૂકાઈ છે. ટ્રેનના ટ્રેક ચેન્જ અને રૃટ સેટિંગ માટે આ સિસ્ટમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી જૂની પેનલ સિસ્ટમમાં કામગીરી થોડી જટિલ હતી, જ્યારે નવી ટેકનોલોજીથી હવે સિંગલ હેન્ડ ઓપરેશન શક્ય બનશે. વિડીયુ સિસ્ટમના કારણે સિગ્નલ રૃટ ફેલ્યોરના બનાવોમાં ઘટાડો થશે તેમજ ટ્રેનોના સંચાલનમાં સમયની બચત સાથે વધુ કાર્યક્ષમતા આવશે તેવું રેલવે અધિકારીએ કહ્યું છે.