સયાજી હોસ્પિટલનો શરમજનક કિસ્સો મૃતદેહ પેક કરી સગાને સોંપવા માટે ૧,૦૦૦ ની માગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલના પી.એમ. રૃમમાં મૃતદેહ પેક કરવા માટે આઉટ સોર્સનો કર્મચારી૧હજાર રૃપિયા માગતો હોવાના કથિત આક્ષેપવાળો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે. કથિત વીડિયો અને તેમાં થયેલા આક્ષેપોની ખરાઇ થાય ત્યાં સુધી એક કર્મચારીને છૂટો કરી દેવાયો છે. તેમજ સમગ્ર પ્રકરણની તપાસ માટે એક સમિતિની રચના કરાઇ છે. રિપોર્ટ આવ્યા પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે.
સયાજી હોસ્પિટલને આજે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મૃતદેહને બોડેલી લઇ જવા માટે પેક કરવાનો હોય છે. તેના માટે આઉટ સોર્સનો કર્મચારી દોઢ હજાર રૃપિયાની માગણી કરે છે. મડદા પર રૃપિયાની માગણી કરતા ે કર્મચારી બિન્ધાસ્તપણે વાત કરી રહ્યો છે. તેને કોઇનો ડર પણ નથી. ગરીબ દર્દીના સગાઓ એકબીજા પાસેથી ૧૦૦, ૨૦૦ રૃપિયા ભેગા કરીને આ કર્મચારીને આપે છે. ત્યારબાદ તે કર્મચારી ઊભો થઇને અન્ય સ્ટાફને બૂમ પાડી ઇશારા ે કરે છે.
કથિત વીડિયો વાયરલ થતા સયાજી હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ જાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે કે, આ વીડિયો ધ્યાનમાં આવ્યા પછી આઉટ સોર્સના કર્મચારીઓ પૈકી જગદીશભાઇ વૈષ્ણવ (રહે. ઉંડેરા) ને છૂટા કરી દેવાયા છે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરાઇ છે. તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ દર્દી કોણ છે, કઇ રીતે તેનું મોત થયું, કઇ તારીખની ઘટના છે, તેની તપાસ ચાલી રહી છે. કથિત વીડિયો સાચો છે, તેમજ તેમાં દેખાતું સ્થળ સયાજી હોસ્પિટલનો પી.એમ. રૃમ જ હોવાનું પણ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે.આ કથિત વીડિયોને અખબાર સમર્થન આપતું નથી.




