Baroda

કારેલીબાગની સિનિયર સિટિઝન મહિલાએ કસ્ટમર સપોર્ટની apk ફાઇલ ખોલતાં જ રુ.3લાખ ગુમાવ્યા

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
કારેલીબાગમાં રહેતા જયશ્રીબેન વ્યાસ નામના સિનિયર સિટિઝને અજાણી APK ફાઇલ ખોલતાં રૂ. 3 લાખ ગુમાવ્યા છે. 20મી તારીખે તેમનો મોબાઇલ હેક થયો હતો અને બેન્ક ખાતામાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ઉપડી ગઈ હતી. સાયબર સેલે તપાસ કરતાં 15મીએ આવેલી કસ્ટમર સપોર્ટને લગતી APK ફાઇલ દ્વારા ઠગોએ મોબાઇલ હેક કરીને પૈસા ઉપાડી લીધા હતા. સાયબર સેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારેલીબાગની સિનિયર સિટિઝન મહિલાએ કસ્ટમર સપોર્ટની apk ફાઇલ ખોલતાં જ રુ.3લાખ ગુમાવ્યા

કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટિઝન મહિલાએ અજાણી એપીકે ફાઇલ ખોલતાં રૃ.ત્રણ લાખ ગુમાવ્યા છે.
કારેલીબાગ જીવનભારતી સ્કૂલ પાસે રહેતા જયશ્રીબેન વ્યાસે પોલીસને કહ્યું છે કે, ગઇ તા.૨૦મીએ મારો મોબાઇલ હેક થઇ ગયો હતો,જેથી તપાસ કરતાં મારા બેન્ક ખાતામાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શનો મારફતે કુલ રૃ.ત્રણ લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતે સાયબર સેલને જાણ કરતાં તેમણે મારો મોબાઇલ તપાસ્યો હતો,જેમાં તા.૧૫મીએ કસ્ટમર સપોર્ટને લગતી બે apk ફાઇલ આવી હોવાનું જણાઇ આવ્યું હતું અને તેના મારફતે મોબાઇલ હેક કરીને ઠગોએ રકમ ઉપાડી લીધી હતી.સાયબર સેલે આ અંગે ગુનો નોંધ્યો છે.