સમતાની સોસાયટીમાં થાંભલો ખસેડવાના મુદ્દે RSS પ્રદેશ હોદ્દેદારનો લાકડી વડે યુવક પર હુમલો,પત્નીને ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સમતા વિસ્તારમાં સોસાયટીના રહીશ સાથે થાંભલો ખસેડવાના મુદ્દે તકરાર થતાં આરએસએસના પ્રાંત સહસેવા પ્રમુખ મનસુખ જેસડીયાએ એન્જિનિયર યુવકને લાકડીના ફટકા મારતો વીડિયો વાયરલ થતાં લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.રહીશોએ એવો આક્ષેપ કર્યો છે કે મનસુખભાઇ વગદાર હોવાને કારણે કોર્પોરેશન અને ભાજપના કોઇ હોદ્દેદાર અમારું સાંભળતા નથી,અને વિકાસના કામ થવા દેતા નથી.
કૃણાલ ચાર રસ્તા પાસે માનવ હોસ્પિટલ પાછળ આવેલા ગંગોત્રી ટેનામેન્ટમાં રહેતા સિવિલ એન્જિનિયર વિશાલ વિનુભાઇ તલસાણિયાએ પોલીસને કહ્યું છે કે,અમારી સોસાયટીમાં રહેતા મનસુખભાઇ જેસડીયાએ અમારા મકાનના ગેટ પાસે આવેલ વીજ થાંભલો ખસેડવાની અરજી કરતાં મેં આ થાંભલો નહિ ખસેડવા અરજી કરી હતી.આજે વીજ કંપનીના કર્મચારીઓ આવ્યા હતા.જેથી મનસુખભાઇએ કોર્પોરેશનના અધિકારી નેહલ ખારવાને બોલાવ્યા હતા.જ્યાંમનસુખભાઇની સાથે ગજેન્દ્ર ભટ્ટ પણ હાજર હતા.
વીજ કંપનીના સાહેબે થાંભલો ખસેડવાની જરૃર નથી તેમ કહેતાં મનસુખ ભાઇ થાંભલો ખસેડવા દબાણ કરતા હતા.ત્યારબાદ તેઓ એકાએક ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી લઇને મને માથા અને હાથે-પગે ચાર-પાંચ ફટકા માર્યા હતા.
યુવકે કહ્યું છે કે,મારી પત્ની મને બચાવવા દોડી આવતાં મનસુખભાઇએ તેને પણ ધમકી આપી હતી.જેથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.સંઘના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મનસુખભાઇ આરએસએસમાં પ્રદેશ કક્ષાએ મહત્વનો હોદ્દો ધરાવે છે.
સોસાયટીમાં ડ્રેનેજ-પાણી કનેક્શન નથી,મારા પર હુમલો કરવા આવ્યા હતા-મનસુખ જેસડીયા
પ્રમુખ,તેના પુત્ર અને વિશાલ તલસાણિયા સામે ફરિયાદ
ગંગોત્રી ટેનામેન્ટમાં થયેલા ઝઘડાના બનાવ અંગે વકીલ મનસુખભાઇ જેસડીયાએ સોસાયટીના પ્રમુખ,તેના પુત્ર અને વિશાલ તલસાણિયાએ ખૂની હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
મનસુખભાઇએ કહ્યું હતું કે,અમારી સોસાયટીમાં વર્ષ-૧૯૯૫થી પ્રાથમિક સુવિધા નથી.સોસાયટીમાં અનેક દબાણો છે અને પાણી તેમજ ડ્રેનેજના કનેક્શનો પણ ગેરકાયદે છે.અમે કામો મંજૂર કરાવવામાં મદદરૃપ થઇએ છીએ.
આજે હું ઓફિસે જવા માટે નીકળ્યો ત્યારે એક મિત્ર મળવા માટે આવતાં તેમની સાથે ઉભો હતો અને તે વખતે થાંભલા બાબતે ઝઘડો કરી પ્રમુખ,તેના પુત્ર અને વિશાલ મને મારવા માટે આવતાં મારે બચાવ કરવો પડયો હતો.




