Baroda

વતન ગયેલા પરિવારના બંધ મકાનમાંથી ૧.૭૫ લાખની ચોરી

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
સુભાનપુરાના શ્રીનાથ કોમ્પલેક્સમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. નિવૃત્ત અજીત કુમાર નાયક સુરત ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી 1.75 લાખ રૂપિયાના 99 ગ્રામ સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. પાડોશીએ ચોરીની જાણ કરતા, ઘરે પરત આવી તપાસ કરતા તિજોરીમાંથી દાગીના ગાયબ હતા. ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વતન ગયેલા પરિવારના બંધ મકાનમાંથી ૧.૭૫ લાખની ચોરી

સુભાનપુરા સ્થિત શ્રીનાથ કોમ્પલેક્સમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૃા.૧.૭૫ લાખની મતા ચોરી ફરાર થઈ જતા ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુભાનપુરા હાઈટેન્શન રોડ ખાતે શ્રીનાથ કોમ્પલેક્સમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૬૮ વર્ષના અજીત કુમાર નાયકે પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગઈ તા.૬ ઓગસ્ટે મેં મારી પત્ની સાથે માતાના નિધન બાદની વિધિ તથા  સામાજિક પ્રસંગો હોવાથી વતન સુરત ખાતે ગયો હતો. તા.૨૬ ઓગસ્ટે અમારા પાડોશીએ મારા મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી.

મારાં સાળાએ મારાં ઘરે પહોંચી તપાસ કરતા લોખંડની જાળીના નકૂચા તૂટેલા હતા અને ઘરનો સામાન વેરવિખેર જણાઈ આવ્યો હતો, જેથી અમે પરત ઘરે આવી તપાસ કરતાં અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સેટ, વીંટી, બંગડી, બુટ્ટી સહિત  કુલ રૃા.૧.૭૫ લાખની કિંમતના ૯૯ ગ્રામ વજનના  સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હોવાનું જણાયું હતું. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.