રેલવે સ્ટેશનની બહાર કાર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર પે એન્ડ પાર્કિંગ સુવિધાના નામે લોકો પાસે બમણો ચાર્જ વસૂલ કરીને ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પોતાના સબંધીને મૂકવા માટે ગયેલા એક શહેરીજને આ બાબતને ઉજાગર કરી છે.
વાઘોડિયા રોડના એક રહેવાસીએ કહ્યું હતું કે, રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ માટે જે બોર્ડ લગાવાયેલું છે તે પ્રમાણે પહેલા બે કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ ૨૫ રુપિયા અને ૬ કલાક સુધીનો ચાર્જ ૬૦ રુપિયા છે.એ પછી જેટલો વધારે સમય કાર પાર્ક થયેલી હોય તે પ્રમાણે વધારે ચાર્જ લેવાય છે.આજે હું મારા સબંધીને મૂકવા માટે ગયો હતો અને મેં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી.
તેમણે કહ્યું હતું કે, મેં બે કલાકથી ઓછો સમય કાર નહોતી રહી આમ છતા મારી પાસે પાર્કિંગ ફી પેટે ૫૦ રુપિયા એટલે કે બમણો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.પાર્કિંગ રિસિપ્ટ પર સમય પણ ખોટો લખવામાં આવ્યો હતો.પાર્કિંગના બોર્ડમાં ૫૦ રુપિયાના ચાર્જનો તો કોઈ ઉલ્લેખ પણ નથી.આ બાબતે મેં ધ્યાન દોર્યું તો કર્મચારીઓએ ઉધ્ધત અને ગોળ-ગોળ જવાબો આવ્યો હતા.પાર્કિંગના કોન્ટ્રાકટરને સત્તાધીશોએ શહેરીજનોને લૂંટવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેમ લાગે છે.આ રીતે તો રોજના સેંકડો લોકો પાસે બમણો ચાર્જ વસૂલાતો હશે.




