પંજાબમાં રિવોલ્વરની અણીએ કાર લૂંટી ફરાર થયેલો લુટારો વડોદરામાં ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : પંજાબમાં એક સપ્તાહ પહેલા કાર લૂંટી લેવાના બનાવવામાં એક આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડી પંજાબ પોલીસને જાણ કરી છે.
પંજાબના પઠાણકોટ જિલ્લાના સુજાનપુર ખાતે ગઈ તા.15મી નવેમ્બરે એક પરિવાર કારમાં આવ્યું હતું અને મોલ પાસે ઉતરી અંદર ખરીદી કરવા ગયું હતું.જ્યારે કાર સાથે ડ્રાઇવર મોલ પાસે બેસી રહ્યો હતો. આ વખતે તેની છાતી પર રીવોલર મૂકી દેવામાં આવી હતી અને ધમકાવીને કારની લૂંટ ચલાવવામાં આવી હતી.
જે ગુનામાં પંજાબ પોલીસે તપાસ કરતા આરોપી વડોદરામાં હોવાનું જણાઈ આવ્યું હતું જેથી વડોદરા પોલીસની મદદ લીધી હતી. પોલીસે આરોપીનું લોકેશન શોધી તેને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ પાસે વિઠ્ઠલ નગર નજીકથી તેને ઝડપી પાડ્યો હતો. પંજાબ પોલીસને જાણ કરાતા ટૂંક સમયમાંઆરોપીને સોંપવામાં આવશે.




