સીએનજીનો ભાવ વધારો પાછો ખેંચવા રીક્ષાચાલકોની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સહિત ગુજરાતમાં સીએનજીના ભાવમાં આજથી કિલોએ રૃા.૪.૪૫નો વધારો થતાં રિક્ષાચાલકોની મુશ્કેલી વધી છે. અગાઉ એક કિલો સીએનજીનો ભાવ રૃા.૯૪.૦૨ હતો, જે વધીને રૃા.૯૮.૪૭ થયો છે. આ ભાવવધારો પાછો ખેંચીને રિક્ષાચાલકોને રાહત આપવા ગુજરાત સારથી સંઘ અને વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયને સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
યુનિયનની રજૂઆત મુજબ, એક તરફ જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ રિક્ષાચાલકોને ગેસ, વાહનનું સમારકામ, વીમો અને ઘરખર્ચનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. રીક્ષાભાડું વધે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મહિલાઓ, વડીલો અને સામાન્ય પરિવારોના ખિસ્સા પર પડે છે. રિક્ષાચાલકોને રાહત મળે અને મુસાફરો પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરાઈ છે.
વ્યાવસાયિક રિક્ષાચાલકોને ગેસના ખર્ચમાં રાહત આપવા વિશેષ યોજના અમલમાં મૂકવી, ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પારદર્શક બનાવવી અને ભાવવધારાનાં કારણોની સમીક્ષા કરવા જણાવાયું છે. આ ઉપરાંત,સમયાંતરે ભાડાની સમીક્ષા કરવા, રિક્ષાચાલકો અને મુસાફરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવા તથા જાહેર પરિવહનનો ખર્ચ ઘટે તે માટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા સંકલિત પગલાં ભરવાની માગ છે.




