PMના 8મીના વડોદરાના કાર્યક્રમને પગલે DCP,ACP સહિત 2000 પોલીસ જવાનો દ્વારા બંદોબસ્તનું રિહર્સલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે વડોદરાની એમ એસ યુનિ.ખાતે યોજાયેલા કાર્યક્રમ પૂર્વે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે તા.૮મીએ વડોદરા એરપોર્ટ ખાતે આગમન કર્યા બાદ વડાપ્રધાન વીઆઇપી રોડ થઇને એમ એસ યુનિ.ના યુનિયન પેવેલિયન ખાતે જનાર હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને વિવિધ એજન્સીઓના ૨ હજારથી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં જોઇન્ટ કમિશનર,૧૧ ડીસીપી, ૧૭ એસીપી અને ૨૦૦થી વધુ પીઆઇ સામેલ થયા હતા.વડાપ્રધાનના કાર્યક્રમ નિમિત્તે પહેલીવાર વિશ્વામિત્રી નદીમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા શંકાસ્પદ ચીજવસ્તુઓના મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે વડાપ્રધાન વડોદરામાં બપોરે 11.45 વાગ્યાથી ૧.15 સુધી રોકાણ કરનાર હોવાથી તેમના રૃટ તેમજ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનારાઓના ધસારાને પગલે સવારે ૯ થી બપોરે ૩વાગ્યા દરમિયાન ફતેગંજ પંડયા બ્રિજ વિસ્તાર તેમજ અન્ય સ્થળોએથી પસાર થનારા લોકોને હાલાકી વેઠવી પડશે, જેથી પોલીસે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.




