Baroda

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે રેલવેની વિશેષ વ્યવસ્થા : વડોદરા વિભાગમાંથી 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે દિવાળી-છઠ્ઠ પૂજાના તહેવારોમાં મુસાફરોની ભીડ ઘટાડવા 5 નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્લપલ્લી અને કોલકાતા જેવા સ્થળોએ 29 નવેમ્બર સુધી દોડશે. મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે રેલવેની વિશેષ વ્યવસ્થા : વડોદરા વિભાગમાંથી 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

Western Railway : દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના તહેવારો દરમિયાન રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યા અને ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વિવિધ સ્થળો માટે પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્લપલ્લી અને કોલકાતા સહિતનાં સ્થળો માટે દોડશે.
વડોદરા-ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બર સુધી વડોદરાથી દર સોમવારે સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11.30 વાગ્યે ગોરખપુર પહોંચશે. પરત ફરતી ટ્રેન ગોરખપુરથી દર બુધવારે સવારે 5 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 8.35 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન 25 નવેમ્બર સુધી દોડશે.
પ્રતાપનગર-મઉ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પ્રતાપનગરથી દર શનિવારે સાંજે 4 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે મઉ પહોંચશે. આ સેવા 28 નવેમ્બર સુધી ચાલુ રહેશે. પરત ફરતી ટ્રેન દર રવિવારે રાત્રે 11.25 વાગ્યે મઉથી ઉપડશે અને મંગળવારે વહેલી સવારે 3.15 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર સુધી દોડશે.
પ્રતાપનગર-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન પ્રતાપનગરથી દર રવિવારે સાંજે 5 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 12.45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર સુધી દોડશે. પરત ફરતી ટ્રેન દર સોમવારે બપોરે 3.50 વાગ્યે લાલકુઆંથી ઉપડી બીજા દિવસે સવારે 11.30 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
પ્રતાપનગર-ચર્લપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રવિવારે રાત્રે 7.50 વાગ્યે પ્રતાપનગરથી ઉપડી બીજા દિવસે રાત્રે 8.30 વાગ્યે ચર્લપલ્લી પહોંચશે. આ ટ્રેન 11થી 25 ઓક્ટોબર તથા 1, 8, 15 અને 29 નવેમ્બરે દોડશે. જ્યારે ચર્લપલ્લી-પ્રતાપનગર સ્પેશિયલ ટ્રેન શનિવારે સાંજે 4 વાગ્યે ચર્લપલ્લીથી ઉપડી બીજા દિવસે સાંજે 5.50 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 10થી 31 ઓક્ટોબર તથા 7, 14 અને 28 નવેમ્બરે દોડશે.
પ્રતાપનગર-કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વડોદરાથી દર ગુરૂવારે સાંજે 4.15 વાગ્યે ઉપડી શનિવારે બપોરે 12.05 વાગ્યે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દોડશે. પરત ફરતી ટ્રેન દર મંગળવારે સવારે 8 વાગ્યે કોલકાતાથી ઉપડી બીજા દિવસે રાત્રે 11.40 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલુ રહેશે.