Baroda

હરણી રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીના મકાનમાં ધમધમતા જુગારધામ પર PCB પોલીસે દરોડો પાડ્યો હતો. માહિતીના આધારે તુષાર રાણાના ઘરે રેડ કરીને 11 જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે 10 મોબાઈલ, 4 વાહન, રોકડા 83,400 સહિત કુલ 3.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલાઓમાં તુષાર રાણા, ચિરાગ રાણા, મયંક રાણા સહિત 11 શખ્સોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો

હરણી રોડ એલ.આઇ.જી. મોટનાથ રેસિડેન્સીના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે ૧૧ જુગારીઓને ઝડપી પાડી ૩.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે એલ.આઇ.જી. રેસિડેન્સીમાં રહેતા તુષારભાઇ રાણાના ઘરે રેડ પાડી હતી. પોલીસે મકાનમાંથી જુગાર રમતા ૧૧ ને ઝડપી પાડી ૧૦ મોબાઇલ ફોન, ૪ વાહન, રોકડા ૮૩,૪૦૦ રૃપિયા પણ કબજે કર્યા છે. પકડાયેલા જુગારીઓમાં (૧) તુષાર મહેશભાઇ રાણા (રહે. એલ.આઇ.જી. ફ્લેટ) (૨) ચિરાગ કમલેશભાઇ રાણા (રહે. નવીધરતી, નાગરવડા) (૩) મયંક યોેગેશભાઇ રાણા (રહે. શ્રીરામ એપાર્ટમેન્ટ, કોઠી બોર્ડ) (૪) પ્રવિણ જ્યંતિભાઇ રાણા (રહે. રાણાવાસ, નવીધરતી) (૫) મીત રાજેશભાઇ રાજપૂત (રહે. ગેટ ફળિયા, નાગરવાડા) (૬) વિરેન રમેશભાઇ રાણા (રહે. પ્રકાશનગર, નાગરવાડા) (૭) નિખીલ મનહરભાઇ રાણા (રહે.નવીધરતી, ગોલવાડ) (૮) પરેશ રાજેશભાઇ રાણા (૯) માનવ ચંદ્રકાંતભાઇ રાણા (૧૦) આકાશ ગોપાલભાઇ માળી ( ત્રણેય રહે. નવીધરતી, રાણાવાસ) (૧૧) મહેશ નથ્થુભાઇ પરમાર (રહે. કાઠિયાવાડી ચાલી, નવીધરતી) નો સમાવેશ થાય છે.