ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટીની પરીક્ષા માટે હજી પ્રશ્નપત્ર સેટ થયા નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં તા.૩૦ સપ્ટેમ્બરથી બીજી સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે.જોકે આ પરીક્ષા માટે હજી સુધી પ્રશ્નપત્ર જ સેટ નહીં થયા હોવાની જાણકારી સામે આવી છે.
ફેકલ્ટી સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના દસ દિવસ પહેલા પેપર સેટ કરવા માટે જે તે અધ્યાપકને ઓર્ડર આપવામાં આવે છે.આ વખતે પરીક્ષાના ત્રણ દિવસ બાકી હોવા છતા અધ્યાપકોને પેપર સેટ કરવા માટે ઓર્ડર મળ્યા નથી.આમ કયા વિભાગના કયા અધ્યાપક પેપર સેટ કરશે તે હજી નક્કી જ નથી.
સામાન્ય રીતે દરેક અધ્યાપક એક થી વધારે પેપર સેટ કરીને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને આપે છે.જેથી અનિવાર્ય સંજોગોમાં છેલ્લી ઘડીએ એક પેપરની જગ્યાએ બીજુ પેપર પણ ઉપયોગમાં લઈ શકાય.આમ જો અધ્યાપકોને આવતીકાલે ઓર્ડર મળશે તો પણ તેમની પાસે પેપર સેટ કરવા માટે બહુ ઓછો સમય રહેશે.




