પલ્સ પોલિયો અભિયાન : વડોદરામાં પ્રથમ દિવસે 91 ટકા બાળકોને પોલિયોની રસી અપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તા.28થી 30 જૂન દરમિયાન આયોજિત રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ ગઈકાલે નવાપુરા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેયર ગીતાબેન મકવાણાના હસ્તે બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી કરાયો હતો.
આ અભિયાન હેઠળ શહેરના 5 સુધીના કુલ 2,02,559 બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેના માટે શહેરમાં 861 પોલિયો બૂથ, 95 ટ્રાન્ઝિટ પોઈન્ટ અને 1,722 ટીમો કાર્યરત કરવામાં આવી છે. અભિયાનમાં 3,426 ટીમ સભ્યો અને 172 સુપરવાઇઝરો સેવા આપી રહ્યા છે.
અભિયાનના પ્રથમ જ દિવસે શહેરના 861 પોલિયો બૂથ પર 1,96,758 બાળકો, એટલે કે લક્ષ્યાંકના 91 ટકા બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. હવે આજે અને કાલે આરોગ્ય વિભાગની ટીમો ઘર-ઘર જઈ પ્રથમ દિવસે રસીથી વંચિત રહેલા બાળકોને પોલિયોની રસી પીવડાવશે. ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ કાર્યરત ટ્રાન્ઝિટ પોઈન્ટ પર પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે. તેમ આરોગ્ય અમલદાર મુકેશ વૈદએ જણાવ્યું હતું.









