Baroda

ન્યૂડ વીડિયો કોલના રેકેટમાં ટેકનિકલ એક્સપર્ટની સંડોવણીની શક્યતા

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
માંજલપુર પોલીસે પ્રકૃતિ ફ્લેટમાંથી ઓનલાઈન ગ્રાહકો માટે નગ્ન હરકતો કરાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર મનીષ પઢિયારે છેલ્લા 1.5 વર્ષમાં 40 લાખથી વધુની કમાણી કરી હતી. પોલીસને 4 યુવતીઓના નામ-સરનામા મળ્યા છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં ટેકનિકલ એક્સપર્ટ અને રોકાણ અંગે તપાસ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂડ વીડિયો કોલના રેકેટમાં  ટેકનિકલ એક્સપર્ટની  સંડોવણીની શક્યતા

ઓનલાઇન ગ્રાહકો માટે નગ્ન અને અશ્લીલ હરકતો કરતી યુવતીઓને રાખવાના રેકેટમાં આરોપીએ છેલ્લા દોઢ વર્ષમાં ૪૦ લાખથી વધુની કમાણી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
માંજલપુર પોલીસે મળેલી માહિતીના આધારે માંજલપુર દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં ચાલતા અશ્લીલતાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર મનીષ કનુભાઇ પઢિયાર (રહે. દુર્ગા હાઇટ્સ, સન સિટિ સામે, માંજલપુર) બહારથી યુવતીઓને લાવી પોતાના ફ્લેટમાં રાખતો હતો. ઓનલાઇન એપ્લિકેશન મારફતે ગ્રાહકો બનાવી તેઓને અશ્લીલતા પૂરી પાડવામાં આવતી હતી. તેની માટે આરોપીએ અલગ - અલગ પ્રકારની અશ્લીલતા માટે સ્પેશ્યલ લિસ્ટ બનાવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન ચાર યુવતીઓના નામ સરનામ મળ્યા હતા.પી. આઇ. કે.એચ. ચૌધરીએ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માગતા જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન બનાવવા અને તેના ઉપયોગ માટે કોઇ ટેકનિકલ એક્સપર્ટની મદદ લીધી હોવાની શંકા હોઇ તેની તપાસ કરવાની છે, અન્ય કોઇ આરોપી સામેલ છે કે કેમ, આ રેકેટથી કુલ કેટલા રૃપિયા કમાયા છે અને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે, તે અંગે પુરાવા મેળવવાના છે. અત્યારસુધી કેટલી યુવતીઓ ભોગ બની છે, કોઇને બ્લેકમેલ કર્યા છે કે કેમ, તે અંગે તપાસ કરવાની છે. પોલીસે આ કેસમાં ભોગ બનનાર યુવતીઓના નિવેદનો પણ લીધા છે.