નાેરતામાં ભાયલીમાં ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્કઃગરબા ગ્રાઉન્ડ પાસેના અવાવરૃ સ્થળોની ઓળખ માટે ફૂટમાર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રી દરમિયાન ભાયલીમાં ગરબા રમીને પરત આવતી સગીરા પર ગેંગરેપના બે વર્ષ પહેલાં બનેલા બનાવને વડોદરા પોલીસે હવે ગરબા ગ્રાઉન્ડની આસપાસના અવાવરૃ સ્થળો પર પણ નજર રાખશે.
ગરબા રમવા જતી યુવતીઓની સુરક્ષા માટે પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના ગરબા ગ્રાઉન્ડોની આસપાસ આવેલા તમામ અવાવરૃ સ્થળોને ઓળખવા માટે સૂચના આપી છે.જેને પગલે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીપી,એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ તેમના સ્ટાફ સાથે ગરબાની આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફરી રહ્યા છે.
આ ઉપરાંત ગરબાના રૃટ પર પોલીસની વાનનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ,ઘોડેશ્વાર પોલીસ અને શી ટીમનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.જ્યારે ડ્રોન કેમેરાથી પણ ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારો પર નજર રાખવામાં આવનાર છે.
ગઇકાલે ડીસીપી મંજીતા વણઝારાની આગેવાની હેઠળ નવલખી ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારમાં પોલીસની ટીમો ફરી હતી.જ્યારે આજે નંદેસરી અને ફતેગંજ વિસ્તારમાં પોલીસે ફૂટ માર્ચ કરી હતી.પોલીસે ગરબા આયોજકોને પણ પુરતી લાઇટની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો છે.




