Baroda

થાર સાથે રોફ ઝાડતો વીડીયો વાયરલ કરનાર યુવકને પોલીસે કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં થાર કાર સાથે રીલ બનાવી રોફ જમાવતા યુવકને ગોરવા પોલીસે પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તપાસ બાદ, મોતીનગર, તરસાલીના કૈરવ બ્રિજેશ ચોરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. કાયદાનું ભાન કરાવતા કૈરવે પોલીસ સમક્ષ માફી માંગી હતી અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવાની ખાતરી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

થાર સાથે રોફ ઝાડતો વીડીયો વાયરલ કરનાર યુવકને પોલીસે કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું

Vadodara Police : વડોદરામાં થાર કાર સાથે રીલ બનાવી રોફ જાડતા એક યુવકને ગોરવા પોલીસે પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર તાજેતરમાં થાર સાથે એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો. આ બાબતે પોલીસ અધિકારીઓએ તપાસ કરી યુવકને કાયદાનું ભાન કરાવવા માટે સૂચના આપી હતી.
ગોરવા પોલીસે તપાસ કરી આ યુવકને શોધી કાઢ્યો હતો. પકડાયેલા યુવકનું નામ કૈરવ બ્રિજેશ ચોરસિયા (મોતીનગર,તરસાલી) હોવાનું ખુલ્યું હતું અને સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વિડીયો મુકવા બદલ તેણે પોલીસ સમક્ષ માફી માગી હવે પછી આ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી માફી માગી હતી.