ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ ઝળક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના ટેબલ ટેનિસ સેન્ટર ખાતે તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
ગઈકાલે રવિવારે આ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાતા વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા છે, જેમાં ગર્લ્સ શ્રેણીમાં કૃષ્ણા પટેલે ઈતિહાસ રચતા અંડર-૧૫,૧૭ અને અંડર૧૯ ગર્લ્સ સિંગ્લસના ખિતાબ જીતી ટ્રિપલ ક્રાઉન પોતાના નામે કર્યો છે,
જ્યારે મેન્સ શ્રેણીમાં વેદ પંચાલે અંડર-૧૭ અને બોયઝ સિંગ્લસમાં તેમજ મેન્સ સિંગલ્સના ખિતાબ જીતી ટ્રિપલ ક્રાઉન હાંસલ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમજ મિક્સ ડબલ્સ અને વિમેન્સ સિગલ્સમાં શેલી પટેલ ખિતાબ જીત્યાં છે.
ઈનામ વિતરણ સમારંભમાં વિજેતા તથા રનર્સ-અપ ખેલાડીઓને ટ્રોફી, સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા છે.









