દુમાડ ચોકડી પાસે વાહનની અડફેટે રાહદરીનું મોત થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુમાડ ચોકડી નજીક ચાલતા જતા યુવકને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.
દુમાડ ચોકડી પાસે ચા નાસ્તાની લારી ચલાવતા ભીખુભાઇ છગનભાઇ બદિયાણી ગઇકાલે બપોેરે લારી પર હતા. તે દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નજીક ટોળું જોઇને તેઓ નજીક ગયા હતા.ત્યાં એક શખ્સ ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. તેના માથા તથા કપાળમાં ગંભીર ઇજા થઇ હતી. તેણે પોતાનું નામ અમરનાથ ગુલીચંદ કોરી જણાવ્યું હતું. ત્યારબાદ તે બેભાન થઇ જતા તેના રહેઠાણ અને પરિવાર વિશે જાણકારી મળી નહતી. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનું મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલકની સામે ગુનો દાખલ કરી સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




