Baroda

ગાજરાવાડીમાં PCB પોલીસનો દરોડો : દારૂની 244 બોટલ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા PCB પોલીસે ગાજરાવાડી રંગમહાલના શારદા એવન્યુમાં દરોડો પાડી 25 વર્ષીય મીહીર ઉર્ફે હની ઠાકોરને ઝડપી પાડ્યો છે. તેના ઘર અને વાડી સાંઈધામ ફ્લેટમાંથી ગેરકાયદેસર 244 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા, જેની કિંમત રૂ. 64,240 છે. પોલીસે મોબાઈલ સાથે કુલ રૂ. 69,240નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ જથ્થો કમો અને ખુલસીંગ રાઠવા પાસેથી છૂટક વેચાણ માટે મેળવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાજરાવાડીમાં PCB પોલીસનો દરોડો : દારૂની 244 બોટલ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

Vadodara Liquor Raid : વડોદરા પીસીબી પોલીસે ગઈકાલે ગાજરાવાડી રંગમહાલ સ્થિત શારદા એવન્યુના મકાન નંબર 302માં દરોડો પાડતા 25 વર્ષીય મીહીર ઉર્ફે હની નરેન્દ્રસિંહ ઠાકોર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન તેના આ ઘર તેમજ વાડી સાંઈધામ ફ્લેટના મકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ વિદેશી દારૂ અને બિયરના કુલ 244 બોટલ/ટીન મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત રૂ.64,240 થાય છે. પોલીસે એક મોબાઈલ ફોન (કિંમત રૂ.5,000) સહિત કુલ રૂ.69,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો કમો રાઠવા અને ખુલસીંગ રાઠવા નામના બે શખ્સો પાસેથી મેળવવામાં આવ્યો હતો, જેઓ છૂટક વેચાણ માટે રાખવામાં આવ્યો હતો.