જમનાબાઈ હોસ્પિટલમાં ત્વચા રોગ નિષ્ણાત નહીં હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરની મધ્યમાં આવેલી જમનાબાઈ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ત્વચા રોગના નિષ્ણાત તબીબની નિયમિત સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર ફારુક સોનીએ રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરીને હોસ્પિટલમાં ત્વચા રોગના નિષ્ણાત તબીબની તાત્કાલિક નિમણૂક કરવાની માગ કરી છે.
ફારુક સોનીએ રજૂઆતમાં જણાવ્યું છે કે જમનાબાઈ સરકારી હોસ્પિટલમાં ત્વચા રોગના નિષ્ણાત તબીબની સેવા ઉપલબ્ધ ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં સારવાર લેવાની ફરજ પડે છે. જેના કારણે દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે જરૂરી છે. ત્યારે જમનાબાઈ હોસ્પિટલમાં ત્વચા રોગના નિષ્ણાત તબીબની નિયમિત સેવા શરૂ કરવામાં આવે અથવા તબીબની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી માગ સાથે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.




