Baroda

VMCના બે પશુ આશ્રય કેન્દ્રની કામગીરી આઉટસોર્સથી : રૂ.1.15 કરોડ ખર્ચ

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનના ખટંબા-1 અને ખાસવાડી પશુ આશ્રય કેન્દ્રોનું સંચાલન હવે આઉટસોર્સિંગથી કરાશે. માધુરી એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. ટ્રસ્ટે ખટંબા માટે વાર્ષિક રૂ. 65.38 લાખ અને ખાસવાડી માટે રૂ. 50.52 લાખનો ભાવ આપ્યો છે. મંજૂરી મળ્યે દૈનિક કામગીરી ટ્રસ્ટ સંભાળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VMCના બે પશુ આશ્રય કેન્દ્રની કામગીરી આઉટસોર્સથી : રૂ.1.15 કરોડ ખર્ચ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પશુ આશ્રય કેન્દ્રોની કામગીરી હવે આઉટસોર્સિંગથી કરાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ખટંબા-1 અને ખાસવાડી પશુ આશ્રય કેન્દ્રની કામગીરી માટે સંસ્થાને સોંપાશે.
ખટંબા-1 પશુ આશ્રય કેન્દ્રમાં પશુઓની દેખરેખ, સ્વચ્છતા, સારસંભાળ, સારવાર, પશુઓને પકડવા તથા એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા સહિતની તમામ કામગીરી આઉટસોર્સિંગથી કરાવવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં બે સંસ્થાઓએ રસ દાખવ્યો હતો. તે પૈકી વડોદરાના નાની ખારવાવાડ સ્થિત માધુરી એજ્યુકેશન ટ્રસ્ટે અંદાજિત રકમ કરતાં 5.25 ટકા ઓછો ભાવ રજૂ કર્યો છે. સંસ્થાએ વાર્ષિક રૂ.65.38 લાખનું ભાવપત્રક રજૂ કર્યું છે.
તેવી જ રીતે કોર્પોરેશન હસ્તકના ખાસવાડી પશુ આશ્રય કેન્દ્રની કામગીરી પણ આઉટસોર્સિંગથી કરાવવા માટે જાહેરાત આપવામાં આવી હતી. આ કામગીરી માટે પણ બે સંસ્થાઓએ રસ દાખવ્યો હતો. જેમાં માધુરી એજ્યુકેશન ટ્રસ્ટે અંદાજિત રકમ કરતાં 4.97 ટકા ઓછા ભાવે વાર્ષિક રૂ.50.52 લાખનું ભાવપત્રક રજૂ કર્યું છે.
બંને કામગીરી માટે સૌથી ઓછો ભાવ રજૂ કરનાર માધુરી એજ્યુકેશન ટ્રસ્ટને કામગીરી સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ બંને પશુ આશ્રય કેન્દ્રની દૈનિક કામગીરી સંસ્થા દ્વારા સંભાળવામાં આવશે.