સેન્ટ્રલ જેલના કેદીઓને માત્ર સગી બહેનો જ રાખડી બાંધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધનના દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીઓને રાખડી બાંધવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં માત્ર સગી બહેનો જ રાખડી બાંધી શકશે અને માત્ર એક જ વખત મુલાકાત મળશે જેવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૮ના રોજ સેન્ટ્રલ જેલના કેદીઓને રાખડી બાંધવા માટે સવારે ૭થી બપોરે ૧ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એક વાગ્યા બાદ રજિસ્ટ્રેશન કરવામાં નહી આવે તેમ જેલના સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત કેદીને રાખડી બાંધવા માટે માત્ર એક જ વખત મુલાકાત અપાશે તેમજ સગી બહેનને જ રાખડી બાંધવા માટે મંજૂરી મળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જો એકથી વધારે બહેન હોય તો તમામ બહેનોએ સાથે જ આવવાનું રહેશે અને તમામની આધારકાર્ડની નકલ સાથે હોવી પણ જરૃરી છે. રાખડી બાંધવા માટે કેદીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહારની કોઇ મીઠાઇ સ્વીકારવામાં નહી આવે માત્ર બરોડા ડેરીની મીઠાઇ જે જેલમાં ઉપલબ્ધ છે તે આપી શકાશે.




