હવે મોબાઇલ પર લોનની વાત કરવી પણ જોખમી,4 ટકા વ્યાજે લોનની લાલચમાં 28.77લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ઠગો દ્વારા અનેક પ્રકારની તરકીબો અજમાવવામાં આવતી હોવાથી હવે કોઇ પણ કાર્યવાહી કરતા પહેલાં ખૂબ સચેત રહેવું જરૃરી બન્યું છે.વડોદરાની ખાનગી કંપનીના કર્મચારીએ ચાર ટકાના વ્યાજે લોન લેવાની વાતોમાં આવી જઇ રૃ.૨૮.૭૭ લાખ ગુમાવી દેતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
તરસાલીના દર્શનમ ક્રેસ્ટ ખાતે રહેતા બીજુકુમાર દેવદાસને પોલીસને કહ્યું છે કે,મારા પરિવારમાં લગ્ન આવતા હોવાથી લોન લેવી પડે તેમ હતું.ગઇ તા.૫મી ઓક્ટોબરે મને બજાજ ફિનસર્વના સિનિયર ઓફિસર રાજગોપાલ કુંડુના નામે ફોન આવ્યો હતો અને લોનની રિક્વાયરમેન્ટ વિશે વાત કરી હતી.
આરોપીએ મને આઇકાર્ડ મોકલતાં વિશ્વાસ બેઠો હતો.ફોન કરનારે ચાર ટકા વ્યાજે રૃ.૫ લાખ છ વર્ષ માટે મળી જશે તેમ કહી પ્રોસેસ પેટે રૃ.૧૯૫૦ માગ્યા હતા,જેથી તેના સ્કેનર પર રકમ મોકલી હતી.આ પછી સર્વિસ ચાર્જ અને ટીડીએસ ચાર્જ પેટે રૃ.૨૪૬૮૦ માગતા તે રકમ પણ આપી હતી. આરોપીએ એનઓસી અને જીએસટીના નામે પણ વાત કરી રકમ પડાવી હતી.આ રકમ લોન સાથે પાછી મળી જશે તેમ કહેતાં ચૂકવી હતી.
ફરિયાદીએ કહ્યું છે કે ત્યારબાદ વધુ રકમ માગતા હોવાથી મેં તેમના મેનેજર આકાશ શર્મા સાથે વાત કરી હતી.તેણે પણ મને પ્રોસેસ છે અને રકમ પાછી મળી જશે તેમ કહેતાં ટુકડે ટુકડે કુલ રૃ.૨૮.૭૭લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.ઠગો વધુ રકમ માગતા હોવાથી સાયબર સેલને જાણ કરી હતી.




