Baroda

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 3611.0 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી. ગુજરાતમાં 3611.0 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં આ એસ્ટેટ્સ બનશે. આનાથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ, રોજગારી અને સ્થાનિક વિકાસને વેગ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 3611.0 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે

Vadodara : વડોદરા ખાતે આયોજીત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સંતુલિત વીજીઆરસી, સેન્ટ્રલ ગુજરાત અંતર્ગત નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની જાહેરાત કરી હતી.

જેમાં ખેડા જિલ્લાના મહીજ જીઆઇડીસીને 130.3 એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને 332.7 એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને 18.5 એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને 515.2 એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને 105.5 એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને 247.1 એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને 1950.7 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611.0 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ બનાવશે આવશે. આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.